________________
૨૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
-
ક
ન-
]
સત્પુરુષે પોતાની પાસે આવેલ શત્રુને પણ શું કરતા નથી? અને શું કહેતા નથી? જેમકે તેમને દેખીને પિતાના આસન ઉપરથી ઉભા થાય છે, મસ્તક નમાવીને કુશળતા પૂછે છે, તથા સંતેષ પામે છે, સત્કાર કરે છે, લાંબા વખત સુધી પ્રેમમય થઈ વાતચિત કરે છે અને વચનામૃત બેલીને સંતેષ ઉત્પન્ન કરે છે. ૫
સ્નેહીતરફ સ્નેહ બતાવવા સત્પષપાસે કંઈપણ સાધન નથી. मागा इत्यपमङ्गलं व्रज इति स्नेहेन हीनं वचस्तिष्ठेति प्रभुता यथारुचि कुरुष्वेत्यत्युदासीनता। किं ते साम्पतमाचराम उचितं तस्योपचारं वचः,
}(ફૂ. મુ.) प्रस्थानोन्मनसीत्यभीष्टमनुजे वक्तुं न शक्ता वयम् ॥६॥
જ્યારે પ્રિય મનુષ્ય જવાને તૈયાર થાય છે ત્યારે કેવા શબ્દ બેલી તેમને પ્રયાણ કરાવવું તે કહેવાને અમે સમર્થ નથી. કારણ કે–જા નહિ. એમ કહેવામાં આવે તે અપશુકન થયાં ગણાય, કદાચ જા એમ કહીએ તે સ્નેહવિનાનું તે છડું વચન કહેવાય, ઉભું રહે એમ કહેવામાં આવે તે આપણી તેના તરફ સત્તા બતાવી કહેવાય, કદાચ ઈચ્છા પ્રમાણે કર એમ જે કહેવામાં આવે તે અતિ ઉદાસીનતા બતાવી કહેવાય, હાલ તારા માટે શું સારું કરી બતાવું એમ જે કહેવામાં આવે તો એ ખેટ અને ડાળવાળો વિવેક બતાવ્યો કહેવાય. મતલબ કે સત્પષે ખરા વિવેકનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી. ૬
૧અદબ-શીખવાની અગત્ય.
- “બહુચર ભલે આવીયાં, ”—એ રાગ * સુણે સમજી સકળ નરનારીઓ, વધે માણસમાં જેમ માપ, અદબ શીખે એટલી. સારી અદબ જે રાખવા શીખશે, થશે ઉત્તમ પંક્તિનાં આપ. અદબ૦ ૧ સારું મનુષ્ય આવે ઘેર આપણે, “આ જી !” કરીએ સલામ; અદબ૦. ઉભાં થઈને આદરમાન આપીએ, પછી પૂછીએ હોય જે કામ. અદબ૦ ૨ કાંઈ કારણે પરઘેર જે જાઓ, ઊભા રહેજે જઈ ઘર બહાર; અદબ૦ રજા માગી પછી ઘરમાં પેસ, રહેજે મન દેખે તેટલી વાર. અદબ૦ ૩ છાની વાત કરે જ્યાં માણસ મળી, વણ તેયાં ન જઈએ ત્યાંય; અદબ૦ વણ બેલાવ્યા વચમાં ન બોલીએ, કડવું કથન ન કાઢીએ કાંય; અદબ૦ ૪
૧ દલપતકાવ્ય. - આ રાગ લાંબા સ્વરથી ધૂળમાં ગવાય છે, અને ટુંકા સ્વરથી ગરબીમાં ગવાય છે.