________________
પરિચ્છેદ, વિવેક–અધિકાર.
૫૫ ** ****=======કકકકકક ક્ર==ઝનઝ”
આ લોકમાં ધર્મમાં વર્તતાં પ્રાણીઓના ત્રણ વર્ગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બંને જેને હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસે લોકમાં બહુ થોડા હોય છે, એ એક વર્ગ બતાવ્યું. આ વર્ગ તે સાથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હવે જેને જ્ઞાન છે પણ ચારિત્રમોહનીયના ઉદયના પ્રબળપણાથી તે જ્ઞાન પ્રમાણે વર્તવા સમર્થ થઈ શક્તા નથી. આ બીજે વર્ગ. પણ જેઓ ચારિત્રમેહનીયના ક્ષપશમાદિકે કરી યથાર્થ વતવા સમર્થ છે તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ ચારિત્રમેહનીય તોડવાના ઉદ્યમમાં તત્પર રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમેહનીય તથા પ્રકારનું પ્રબળ નહિ હેવાને લીધે કરવા સમર્થ છે, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા ચોગ્ય તથા છાંડવાચગ્ય પદાર્થને સમજી શકતા નથી. આ વર્ગ પણ જે જ્ઞાનાવરણયના ક્ષયોપશમના બળે કરી પદાથના સ્વરૂપને જાણતા હોય તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે, અને પોતે જ્ઞાનાવરણીય કર્મ અપાવવા માસતુસ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની પઠે સાવધાન રહી કંટાળારહિતપણે ઉદ્યમ કરે, અને જ્યાં સુધી પોતાને હિતાહિતનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ રહી તેમજ કર્યા કરે છે તે પણ કેટલાક કાળે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે. પણ જેઓ કેવળ શુપાઠરૂપ જ્ઞાન મેળવી ચારિત્રર્વત ઉપર અરૂચિવાળા હોય, એટલું જ નહિ પણ તેવાઓના અવર્ણવાદ બલવાથી અને તેઓની અવજ્ઞાથી કેવળ પોતાની માનપૂજા વધારવાની વાંછા રાખતા હોય તે તથા જે ક્રિયા કરવા સમર્થ હોય પણ જ્ઞાનની તે કંઈ ખબરજ ન હોય, છતાં દુનિયામાં અદ્વિતીય માન મેળવવા માટે કેવળ બાહ્ય ક્રિયાને ડોળ કરી જ્ઞાનીઓના ચરણારવિંદની સેવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ તોડવાને ઉદ્યમ તે ક્યાંથી કરે! પણ ઉલટા જ્ઞાનનાં સાધનોની તથા જ્ઞાનીઓની અતિ આશાતના કરતા હોય તેવા પ્રાણુઓ તો અનંતસંસારી હોવાની સાથે જૈનશાસનની મર્યાદાથી બહારજ છે એમ સમજવું. જો કે શુષ્કજ્ઞાન અથવા શુકકિયાવાળા પિતાની મતિકલ્પનાથી અમે જૈનશાસનમાં છીએ એમ માને છે તો પણ તેનું જ્ઞાન અગર ક્રિયા કેવળ મતિકલ્પિત હોવાથી તેઓ આજ્ઞાથી પરાભુખ હોય છે. તેથી તે વસ્તુ કેવળ તેને સંસારરૂપ ફળને આપવાવાળી થાય છે. ૭
વિવેકરૂપ સૂય.
૩પનાતિ. मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्यमानः।। यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम्॥८॥