________________
૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ નનનનન+નનનનઝઝઝઝનનનન+નનનનન
જગમાં કઈ સ્વતઃ મહાન નથી તેમ કેઈ સ્વત: લઘુ નથી, કારણ કે ગુરુપણું અને લઘુ ( ન્હાના) પણું આ બન્ને લક્ષણે એગ્ય અને અગ્ય એવા આચારનેજ અધીન છે. એટલે એગ્ય અગ્યને વિચાર કરી કાર્યો કરાય અગર ત્યજી દેવાય એ વિવેકનું સ્વરૂપ છે. ૫
વિવેક મનુષ્યમાં ગુણે શોભે છે. . विवेकिनमनुप्राप्य, गुणा यान्ति समुन्नतिम् । । सुतरां रत्नमाभाति, चामीकरनियोजितम् ॥ ६ ॥
વિવેકી પુરુષને પામીને ગુણે ઉચ્ચતાને પ્રાપ્ત થાય છે કારણ કે રત્ન હમેશાં સેનાની સાથે જડેલ હોય તેજ શોભે છે. ૬
જ્ઞાન અને કૃતિ બન્નેની જરૂર.
વજ્ઞા. जानन्ति केचिन्न तु कर्तुमीशाः,
क क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु,
(દુ. ) . ते केऽपि लोके विरला भवन्ति ॥ ७॥ અથ–આલોકને વિષે કેટલાક મનુષ્ય તત્ત્વ અથવા કર્તવ્યાકર્તવ્યને જાણે છે, પણ કરવાને સમર્થ હોતા નથી, અને કેટલાએક ધર્મકૃત્યાદિ કરવાને સમર્થ હોય છે પણ તત્ત્વને જાણતા નથી, પરંતુ તત્ત્વને જાણે અને ધર્મકાર્ય કરવાને પણ સમર્થ હોય એવા તે કેઈક વિરલા હોય છે. ૭
ભાવાર્થ—કેટલાક મનુષ્યોએ દ્રવ્યથી શુપાઠરૂપે અગર શ્રદ્ધાનરૂપે કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવેલું હોય છે. જેમકે નવતત્ત્વમાં જીવ અને અજીવ એ બે તવ જાણવાયેગ્ય છે; બંધ, આશ્રવ અને પાપ એ ત્રણ તત્વ તેઓનાં કારણેમાં ન પ્રવર્તવાદ્વારા છાંડવાયેગ્ય છે, સંવર, નિર્જરા તથા મોક્ષ એ ત્રણ તત્ત્વ તેઓનાં કારણેમાં પ્રવર્તવાદ્વારા આદરકરવા યોગ્ય છે; શેષ રહેલું પુણ્યતત્વ વ્યવહારનયે આદરવાયેગ્ય છે, તથા નિશ્ચયનયે છાંડવા યોગ્ય છે. આ પ્રકારનું જ્ઞાન હોય છે છતાં આદરવા ચેપગ્ય તને આદર કરી શકતા નથી અને છાંડવાયેગ્ય પદાર્થોને તજી શકતા નથી. કેટલાક છાંડવાયેગ્યને છાંડવા, તેમજ આદરવાયેગ્ય પદાર્થોને આદરવાની યોગ્યતા તથા સામર્થ્યવાળી હોય છે પણ તે તત્વને જાણતા નથી. પરંતુ જે યથાસ્થિત પદાર્થીને રહસ્યને જાણે છે તથા તેજ પ્રમાણે વર્તવાને સમર્થ થાય છે તેવા માણસે તે દુનિયામાં થોડાજ હોય છે.