________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
અર્થ–આ પ્રાણી સંસારના દુઃખથી કદર્થના પામતો મેહરૂપી અંધકારમાં ત્યાં સુધીજ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના મહદયવડે યથાસ્થિત એવા આત્મસ્વરૂપને જોઈ શકતો નથી. જ્યારે વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે મેહધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ ઓળખાય છે અને સાંસારિક દુઃખોની કદર્થના નાશ પામે છે. ૮
ભાવાર્થ–આ જગતમાં મોહ ને વિવેક એ બંને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે કે મોહ નાશ પામે છે. આ પ્રાણુને સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ મેહ છે અને તેમાંથી છુટવાનું–ઉંચા આવવાનું કારણ વિવેક છે. વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે જ પ્રાણ પિતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે, તે સિવાય આત્મસ્વરૂપને બેધ થઈ શકતો નથી. અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા શિવાય મેહ ખસતું નથી. એમને પરસ્પર કાર્યકારણુભાવ વતે છે. વળી મહિને નાશ થાય ત્યારે જ સાંસારિક દુ:ખની કદર્થના નાશ પામે છે; તે શિવાય નાશ પામતી નથી. સાંસારિક દુઃખનું કારણુજ મેહ છે. સંસારનાં સર્વ દુઃખો - હજન્યજ છે. મેં હવડેજ તે તે દુઃખને આ પ્રાણું દુ:ખરૂપ માને છે. વિવેક જાગૃત થયા પછી તે તે દુઃખને આ પ્રાણી દુઃખરૂપ માનતો નથી, પણ વસ્તુસ્વભાવ તરફ તેની દષ્ટિ જાય છે. એટલે દુઃખને દુઃખરૂપ ન માનતાં ઉલટું કેટલીક વખત કર્મ નિર્જરાનું કારણ માની સુખ તરીકે ગણી લે છે. આ બધી મેહ ને વિવેકનીજ કૃતિ છે. તેથી ઉત્તમ જીવોએ તે બંનેને પણ બરાબર ઓળખી મેહને તજવા અને વિવેકને સ્વીકારવા યત્નશીલ થવું. આ કાવ્યમાં ખાસ એ રહસ્ય રહેલું છે. ૮ તત્વના વિવેકથી રહિત એવું જીવન ઉત્તમ નથી.
ઉપેન્દ્રવજ્ઞા. वरं विषं भलितमुग्रदोष, वरं प्रविष्टं ज्वलनेऽतिरौढ़े। । वरं कृतान्ताय निवेदितं स्वं, न जीवितं तत्वविवेकमुक्तम् ९J सु. २. स. - ઉગ્ર દેલવાળા ઝેરનું ભક્ષણ કરવું ઉત્તમ છે, ભયંકર અગ્નિમાં પ્રવેશ કરવો શ્રેષ્ઠ છે અને પોતાનું સર્વસ્વ કાળને સેંપી દેવું સારું છે, પણ તત્વના વિવેકથી શૂન્ય એવું જીવિત સારું નથી. અર્થાત્ તત્વવિવેકવગરનું જીવિત એટલું બધું ખરાબ છે કે તેના કરતાં મરવું જે ખરાબમાં ખરાબ છે તેને પણ સારું ગણવું પડે છે. હું