________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
કદાચ તે ઢંકાયેલીજ-નિષ્ફળ જ રહે છે. પરંતુ તે તે વિદ્યાને તે તે યોગ્ય અનુકૂળ કળા સુપ્રકાશિત કરે છે. કળાયુક્ત મનુષ્યો મોટી મુશ્કેલીઓને દૂર કરી ઉત્તમમાં ઉત્તમ ફળ મેળવે છે. માટે હવે પછી તેના અધિકારને આવકાર દેવા આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
कळाधिकार.
આ વિદ્યા અને કળા સંપાદન કરવાં એ અતિ આવશ્યક છે પણ તેની સાથે
જાજી ધર્મના સંસ્કાર ન હોય તે તે નકામાં થઈ પડે છે. એટલે આ લોકમાં સુખનાં સાધન થતાં દેખાય પણ પરલોકમાં થનારી દુર્ગતિને અટકાવનારાં થઈશકતાં નથી. પારલૈકિક સદગતિના સાધનરૂપ તો ધર્મકળાજ છે, માટે મનુષ્યમાત્રને ધમકળાનું ઉત્તમ શિક્ષણ લેવાની ખાસ જરૂર છે તે છેવટ સિદ્ધ કરવા માટે વ્યવહારમાં ઉપગી કળાઓની આવશ્યક્તા આ અધિકારમાં દેખાડી વ્યવહારપગી કળાઓના પ્રભાવથી વ્યવહારની સરળતા પ્રાપ્ત કરીને પરિણામે ધર્મકળાપર અંતઃકરણને દેરવા માટે તે પછી ધર્મકળાને અધિકાર લેવામાં આવશે.
કલ્યાણ કરનારી એક કળાજ બસ છે.
वरमेका कला रम्या, ययाध क्रियते भवः । बहिभिरपि किं ताभिः कलंको यासु वर्धते ॥१॥ हसू.मु.)
(દષ્ટાન્ત–પ્રથમ અર્થ) ચન્દ્રમાની એક કળા પણ સુંદર છે (ધન્ય છે) કે જેથી શંકરદેવ પણ નીચે કરાય છે. અર્થાત્ તે શ્રીશંકરદેવના મસ્તક ઉપર બિરાજે છે. પરંતુ જેમાં કલંક (દુશ્ચિન્ટ-ડા) વૃદ્ધિને પામ્યા કરે છે તે બહુ કળાએથી પણ શું ?
( સિદ્ધાન્ત–બીજો અર્થ ) મનુષ્યની તે એક કળા પણ ઉત્તમ છે કે જે કળાથી સંસાર નીચે કરાય છે, એટલે કે જે કળાથી સંસારને તરી એક્ષસુખ મેલવી શકાય છે તે કળાજ ઉત્તમ છે. અને જે કળાઓમાં કલંક (પાપ) વધ્યા કરે છે તેવી તે ઘણું ( વ્યાપારાદિ) કળાઓથી પણ શું? અર્થાત કાંઈ સળ નથી. ૧