________________
રાગદ્વેષઢાષાધિકાર.
૪૯૯
-
17
જિનેશ્વર ભગવતે રાગાદિ ( સંસારની આસક્તિ ) વિગેરે ખળવાન શત્રુઆને પેાતાના અન તખળથી ખરેખર જીત્યાજ છે. માટે તે બળવાન એવા રાગાદિ શત્રુએનું જે જડબુદ્ધિવાળા માણસા પોતાના હૃદયમંદિરમાં પાષણ કરે છે, તેઓને સર્વ જગતના અધીશ્વર એવા શ્રી ભગવત કેમ પ્રસન્ન થાય? નજ થાય. અર્થાત્ જે ભગવંતના શત્રુઓ છે તેનુ જે પાષણ કરે છે તેના ઉપર ભગવાન કેમ પ્રસન્ન થાય ! મતલમ નજ થાય. ૫
પરિચ્છે.
વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેના અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણી સુગુરૂના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ કયેા છે. અને કેવા છે અને કેવાં પિર ણામ નીપજાવનારા છે તે જાણે છે, સમજે છે અને કાઈ કાઈ વાર તેનાપર વિચાર પણ કરે છે, છતાં તેના ત્યાગ કરી શકતા નથી, તે સમજે છે કે માયામમતાના માર્ગે કુટિલ છે, વિષયકષાયના માર્ગે અંધારાવાળા છે, પ્રમાદ વિકથાના માર્ગો આડાઅવળા છે અને સ્થૂલ પૌદ્ગલિક ગૃદ્ધિના માર્ગો ખાડા ટેક રાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગ છે એમ જાણવા છતાં પણુ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાદિ રાગાંધતાને લીધે અને તેના ક્રુસનને લીધે તેના તે ત્યાગ કરી શકતા નથી, તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકતા નથી અને ઉલટી તેને પેાતાના ઉપર સત્તા ચલાવવા દે છે–એ તેનું અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લૂખીએ તેા તેની સાખારણ બુદ્ધિને પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનારછે. રાગદ્વેષ માટે શ્રી આન ધનજી મહારાજનું કથન.
* राग दोस जग बंध करत है, ईनको नास करेंगे;
मया अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे;
अब हम ६
66
રાગ અને દ્વેષ જગતને બંધન કરનાર છે તેએના અમે નાશ કરશું અને અનંતકાળથી પ્રાણી મરણ પામ્યા છે તે કાળને અમે (હવે) મટાડી દેશું,” ભાવ—આ દુનિયામાં વૈજ્ઞલિક દ્રવ્યપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની ખરાખર શેાધ કરવી જોઇએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ્ ઓછું આકર્ષણ થાય, કાઇ તરફ્ દુર્ગંછા થાય, કોઈ ઉપર તિરસ્કાર થાય એ સનું કારણ રાગ અને દ્વેષ છે. પૈગલિક વસ્તુપરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને દ્વેષ કહેવામાં આવે છે અજ્ઞાનતાને પૂર જોસમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જોસમાં પ્રાપ્ત થનાર અને * આનંદધન પુર્વે ાવળી,