________________
૪૯૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દ્વાદશ
બીજા માણસોએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને પણ તને પ્રમાદ થાય, અને જેવી રીતે તારી પિતાની નિંદા સાંભળીને ખેદ પામે છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તે ખરેખર જાણકાર છે એમ સમજવું. ૪
ભાવાર્થ–પિતાના કે પારકાના ગુણની સ્તુતિ સાંભળી ગુણઉપર પ્રમાદ થાય અને પિતાના કે પારકાના દોષોની નિંદા સાંભળી દેષઉપર તિરસ્કાર થાય એવું વલણ કરવાને અત્ર ઉપદેશ છે. એમાં પોતાની કે પારકાની સ્તુતિ ગણવાનીજ નથી. એને અમેદ થાય છે તે ગુણને થાય છે, ગુણ ઉપર થાય છે, ગુણ પ્રત્યે થાય છે. એમાં ગુણવાન કર્યું છે એજ જેવાનું છે. ગુણવાન માણસ ભલે શત્રુ હાય, હાડેહાડ વેરી હોય, પણ તેના સગુણમાટે તેના તરફ આકર્ષણ થાય છે. ટુંકામાં ગુણ ઉપર ગુણ ખાતરજ પ્રેમ થાય છે. આવી સ્થિતિ જરા અવલોકન કરી વિચાર કરવાની ટેવ પડવાથી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જેમ પિતાની નિંદા સાંભળી ખેદ થાય છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને પણ ખેદ થાય ત્યારે જે કાર્ય કરવાનું છે તે સિદ્ધ થયું સમજવું. સમજણ, જ્ઞાન, વિદ્વત્તા એ સર્વને સમાવેશ આ નાની વાતમાં થાય છે. ગુણ તરફ ગુણ ખાતરજ પ્રેમ રાખવે એ ઉપદેશ છે. ભર્તહરિ કહે છે કે પારકાના નાના સગુણને પણ જે મેટે પર્વત જેવો કરીને તેને માન આપે છે તેને સંત જાણે, પણ મુનિસુંદરસૂરિ મહારાજ તે આગળ વધી જણાવે છે કે જે પ્રાણ ગુણને ગુણ ખાતર માન આપે તેજ જાણકાર છે. શાસ્ત્ર વાંચ્યાં હોય તેનું ફળ એજ છે અને તેવી જ રીતે દેષ ઉપર દોષ ખાતરજ અપ્રીતિ રાખે તેજ ખરે જ્ઞાની છે. આવી રીતના વર્તનનું ફળ શત્રુ મિત્રપર સમભાવમાં આવે છે. એવી રીતના વર્તનથી મનને જે ટેકે અને શાંતિ મળે છે તે અનિર્વચનીય છે અને વાસ્તવિક રીતે કહીએ તો તે અનુભવગમ્યજ છે. ઉપાધ્યાયજી કહી ગયા છે કે “રાગ ધરી જે જહાં ગુણ લહીએ.” જે જગ્યાએ ગુણ હોય ત્યાં રાગ રાખ, એમાં ગુણવાન કોણ છે તે જોવાનું જ નથી; જ્યાં ગુણ હોય ત્યાં રાગ રાખવે. જિનેશ્વર ભગવાન તે જી ઉપર કેમ પ્રસન્ન થાય?
વસન્તતિ रागादयोहिरिपवोजिननायकेना जीयंतयेनिजबलाइलिनोपि वाढम् । पुष्णन्तिताञ्जडधियोहृदयालयेये । तेषांप्रसोदतिकथंजगतामधीशः का