________________
જજે
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ
*
i
}
દેહઉપર જે મમત્વ છે તેની શરીર ઉપર રહેલ બેજાની
સાથે સરખામણ. शिरःस्थं भारमुत्तार्य, स्कन्धे कृत्वा सुयत्नतः। ।
II) शरीरस्थेन भारेण, अज्ञानी मन्यते सुखम् ॥ ३॥ ।
મસ્તક ઉપર રહેલા ભારને ઉતારીને અને ઉત્તમ યત્નથી અંધ (ખભા) ઉપર રાખીને જે કે ભાર શરીર ઉપરજ રહેલ છે તે પણ અજ્ઞાની મનુષ્ય સુખ માને છે કે મને ભાર ઓછો થયો છે તદ્દત દેહના સંબંધની પ્રતિક્રિયાઓ જાણી લેવી. અર્થાત્ દેહઉપરની મમતાને લીધે તેના સુખને માટે આવા નિષ્ફળ ઉપ લઈને સુખ નહિ મળ્યા છતાં પણ કાંઈક સુખ મળ્યું માની મનુષ્ય સંસારયાત્રામાં આગળ વધ્યે જાય છે. ૩
દેહવગેરેમાં મમતા છોડવામાં શું અનુસંધાન કરવું ?
नित्यमित्रसमं देहं स्वजनाः पर्वसन्निभाः। ।
नमस्कारसमो ज्ञेयो धर्मः परमबान्धवः ॥४॥* , મનુષ્યને દેહ નિત્યમિત્ર છે અને સગાંવહાલાં પર્વ મિત્ર છે તથા નમસ્કાર મિત્ર પ્રમાણે ધર્મ તે ખરે બાધવ (મિત્ર) છે, એટલે જીવને શરીર તથા સગાવ્હાલાં છોડી દે છે પરંતુ ખર વખતે ધર્મમિત્રજ તેને સહાય કરે છે. તે જ આ લેક માટે એક એવી આખ્યાયિકા છે કે–એક મનુષ્યને ત્રણ મિત્ર હતા તેમાં એક મિત્ર એ હતો કે તેની સાથે જ આખો દિવસ ફર્યા કરે અને ભોજન વખતે પણ સાથે સાથે રહે તેથી તે તેને નિત્યમિત્ર હતું અને બીજે પર્વમિત્ર હતું તે પર્વ હળે દીવાળાએ તેને ત્યાં જવા વિગેરે જાય અને ત્રીજે એવો મિત્ર હતા કે માત્ર રસ્તામાં ભેગા થાય ત્યાં કેવળ નમસ્કારને જ સંબંધ. હવે આ ત્રણ મિત્રવાળા મનુષ્યને એક દિવસ રાજ્યસંબંધી સંકટ આવ્યું તેમાં તેણે પ્રથમ “નિત્ય મિત્ર” હતો તેને કહ્યું કે ભાઈ! મને મદદ કરી ત્યારે તેણે ચોખી ના કહી કે ના ભાઈ મારાથી તારી કશી મદદ થઈ શકે તેમ નથી. પછી “પર્વમિત્ર” ને કહ્યું કે ભાઈ! મારે માટે યોગ્ય મહેનત લઈ આ સંકટમાંથી મુક્ત કરાવ. તેણે પણ પ્રથમના મિત્રની માફક ના કહી. ત્યારે છેવટ નિરાશ થઈ ત્રીજા “ નમસ્કાર મિત્ર” ને કહ્યું કે ભાઈ! હવે મારે અન્ય આધાર નથી, તુંજ સાચે. આધાર છે માટે મને આ સંકટમાંથી છોડાવ. ત્યારે તે નમસ્કારમિત્રને દયા ઉત્પન્ન થઈ. તેણે વકીલ બારીસ્ટારની સગવડ કરી પોતાના મિત્રને રાજ્યબંધનથી મુકાવ્યું. આ દષ્ટાં. તને સાર એ છે કે શરીર તે મનુષ્યનો " નિત્યમિત્ર” છે તે મરણ વખતે જીવને છોડી છે તેમ પર્વમિત્ર એટલે સગાંવહાલાં પણ કોઈ મદદ કરી શકતાં નથી ત્યારે ખરે વખતે નમસ્કાર મિત્રની માફક ધર્મ જ જીવને ખરી મદદ કરે છે.