________________
૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે
દ્વાદશ નનનનનનનનનનનનનન+========
દુનીયામાં મનુષ્યને પુત્ર ન હોય તે કેમ પુત્ર ઉત્પન્ન થાય એમ વિચાર કરી દુઃખિત થાય છે. વખતે પુત્ર હોય તો તેને રેગની ઉત્પત્તિ થતાં દુઃખી થાય છે. પુત્રને બીજા પણ દુઃખ વિગેરે ઉત્પન્ન થાય છે ત્યારે તે દુઃખોને નાશ કરવા સારૂ દુઃખી થાય છે. તે પુત્ર અન્યાય કરે અ. થવા મૂર્ખ રહે છે તેથી પણ મનુષ્ય દુઃખિત થાય છે અને વખતે તે પુત્ર ગુણવાનું થાય તે તેના મરણની બીક લાગે છે અને વખતે મરણ પામે તે તે વખતે મનુષ્ય દુઃખિત થાય છે. આવી રીતે શત્રુજ પુત્રના બહાનાને પ્રાપ્ત થયે છે એટલે શત્રુજ પુત્ર થઈને આવેલ છે, માટે આ શત્રુરૂપી પુત્ર કેઈને ત્યાં ઉત્પન્ન થાઓમાં. ૫
આવી રીતે અપત્યમમત્વમોચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. પુત્રપ્રાપ્તિથી અતિ હર્ષ માન નહિ, પુત્ર મરણથી દિલગીર થવું નહિ અને પુત્રપુટ્યાદિના બંધનથી સંસાર વધારે નહિ એ મુખ્ય ઉપદેશ છે. આ સંબંધમાં વધારે અગત્યની બાબત એ છે કે પુત્ર ન હોય તે દુધ્ધન કરવું 'નહિ. પુત્રપુત્રો હોય તે તેને કાઢી મૂકાતાં નથી પણ ન હોય તે તેણે સંતોષ રાખવો જોઈએ. તેઓએ માનવું કે દુનિયાની મોટી જંજાળથી તેઓ મુક્ત છે અને આત્મસાધન, ધર્મકાર્યમાં દ્રવ્યવ્યય અને દેશસેવામાં જીવન અર્પણ કરતાં તેઓને કશી અડચણ નથી. અત્યંત દિલગીરી સાથે લખવું પડે છે કે મનુષ્ય. વ્યવહારમાં આથી તદ્દન વિરૂદ્ધ દેખાવ નજરે પડે છે. ખસુસ કરીને કેળવણીથી બનશીબ રહેલા માણસે શાસ્ત્ર અને સંપ્રદાયવિરૂદ્ધ આચરણ પુત્રપ્રાપ્તિસારૂ કરે છે. જાણે કે પુત્રથીજ મેક્ષ હોય તેમ માની લૈકિક મિથ્યાત્વરૂપ માનતા માને છે, લીલ પરણાવે છે અને આખો દિવસ દુર્ગાને કર્યા કરે છે; આટલું જ નહિ પણ કેટલાએક મૂર્ખ તે તેને માટે એક છતાં બીજી સ્ત્રી પણ પરણે છે. આને બદલે તે ભાઈને અથવા સગોત્રને કે બીજે ચાલાક પુત્ર દત્તક કરી લે તે પણ અમુક અંશે સારું છે, કારણ કે તેથી પુત્ર મિની ઈચ્છા પૂર્ણ થાય છે અને પિતાની સ્ત્રીને અન્યાય થતું નથી. બાકી એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં તે અભણ સ્ત્રીઓ પોતાને હક સ્થાપના કરી શકતી નથી તેથી તેના ભત્તરે તેની નબળાઈને ગેરલાભ લે છે, પણ આવું સ્વાથી પણું હવેના જમાનામાં ચાલવાનું નથી. પુત્રવાન ને શું સુખ છે તે તેઓ જોતા નથી, તેમાં બીલકુલ સુખ નથી. પણ દૂરથી જોતાં બહુ પુત્રવાળે સુખી જણાય છે. પુત્રવાનને પુત્રની ખાસ કિંમત નથી પણ પુત્ર ન હોય તેઓ પિતાની જીંદગીને નિષ્ફળ માને છે. આ તદ્દન અજ્ઞાનતા અને