________________
પરિદ.
મોહ-અધિકાર.
४६७
નથી અથવા તપથી તે શોધી શકાય છે.” માટે હે અંબા! તીવ્ર એવું કોઈ તપકર્મ કર, કે જેથી અગ્નિવડે સુવર્ણની પેઠે આત્મા શુદ્ધ થાય. સાત ધાતુમય અને અસાર એવા આ માનવદેહથી ડાહ્યા માણસે આત્માની શુદ્ધિ કરનાર એવા ધર્મરૂપ સારને સંગ્રહ કરે છે.” કહ્યું છે કે –
" अत्थिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो;
देहेण जइ विढप्पइ, धम्मो ता किं न पज्जतं."
અસ્થિર, મલિન અને પરવશ એવા આ દેહથી જે સ્થિર, નિર્મલ અને સ્વાધીન એ ધર્મ સાધી શકાય-વધારી શકાય, તે પછી પ્રાપ્ત કરવનું શું બાકી રહે?" આ પ્રમાણે પિતાની માતાને શાસ્ત્રોક્તિની યુક્તિઓ વડે સમજાવીને આત્મઘાતના વિચારથી પાછી વાળી, પાપશુદ્ધિ કરવાની ઈચ્છાથી તેણીની સાથે શ્રતસાગરના પારંગત અને પાસેના ઉપવનમાં પધારેલા શ્રી ગુ. ણાકરસૂરિને વાંદરાને વેદવિચક્ષણ તેજ વખતે ચાલ્યા. ત્યાં જઈ આચાર્ય મહારાજને વાટીને તે બંને યોગ્ય સ્થાને બેઠાં, એટલે કૃપાળુ મનવાળા એવા તે (આચાર્ય) આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા –
આ સંસારમાં પિતા મરીને પુત્ર થાય, મિત્ર શત્રુ થાય અને માતા પુત્રી થાય, કારણ કે કર્મવશ પ્રાણીઓને તેને કોઈપણ નિયમ હોતું નથી. એકજ પ્રાણીઓ પ્રત્યેક જીને જન્મ આપે છે અને અપત્યસ્નેહના વશે અનંતવાર તેને લડાવ્યા છે અને પાન્યા છે. તેવી જ રીતે એક જીવે બધા જંતુઓને ક્રોધાવેશથી ઘણીવાર મારેલા છે અને પિતાના શરીરની પુષ્ટિને માટે ઘણીવાર ભક્ષણ પણ કરેલા છે. માટે ખરી રીતે તે આ સંસારમાં કઈ કઈને પોતાનો કે પારકો નથી. છતાં અહો ! અજ્ઞ પ્રાણીઓ રાગ અને દ્વેષના વશથી વૃથા પાપ ઉપાર્જન કરે છે. આ સંસારમાં જીવના બધા સંબંધ અનિયમિત છે, માટે વિવેકી પુરૂષ સ્ત્રીપુત્રાદિના પ્રેમમાં બંધાતા નથી. (મોહ પામતા નથી.) જે વસ્તુ એકને ગમતી હોય છે તે જ વસ્તુ બીજાને અણગમતી હોય છે, તેથી વસ્તુઓમાં રમ્યારણ્યની વ્યવસ્થા પણ યથાર્થ સત્ય નથી. જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે જગત અમૃત જેવું લાગે છે, અને દુખ આવતાં તેજ વિષમય ભાસે છે, તેથી મનના સંકલ્પ પ્રમાણે જ વસ્તુ રમ્ય અરમ્ય લાગે છે. એટલામાટે મમતારહિત એવા ભવભીરૂ પુરૂ રાગદ્વેષને અલગ કરી અખિલ વસ્તુઓમાં સમતા ધારણ કરે છે.” આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે માતા પુત્ર સંસારથી ઉદ્વેગ પામ્યાં અને દીક્ષા લેવાને ઉત્સુક થયાં. એટલે પુનઃ આચાર્યે આ પ્રમાણે તેમને કહ્યું –“જેમ ચાખી ભીંતપર આળેખેલું ચિત્ર