________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ
હું ભાગી ગઈ અને દેશાંતરમાં વેશ્યા થઈ ત્યાં પિતાના પુત્રને જાણ કરીને રાખે. ત્યારપછી હું ચિતામાં પેઠી અને નદીના જળથી તણાણું. અહા! નીચ કર્મ આચરતી એવી હું અત્યારે ગોપાંગના થઈ છું. આ પ્રમાણે ઉપરાઉપર મારી ઉપર દુઃખ પડ્યાં, તે હે ભ્રાત! અત્યારે ભાજન ભાંગી જવાથી હું ક્યા દુઃખને રડું? વિવિધ પ્રકારના દુઃખસમૂહથી વિધુર થઈ ગયેલી હું એટલા માટે જ કહું છું કે –“જેમ બહુ ત્રણ તે ત્રણ નહિ, તેમ અતિ દુઃખ તે દુ:ખ નહિ.”
આ પ્રમાણે તેણીનું ચરિત્ર સાંભળી કામલક્ષમી મારી માતા છે, એમ સમજીને વેદવિચક્ષણ પુરોહિત તરતજ પિતાની માતાના ગરૂપ દુશ્ચરિત્રથી પરિતાપ પામીને સાણૂલેચને તેના પગમાં પડે. તે જોઈ પિતાના ચરણને સંકેચતી તે કહેવા લાગી –“હે વત્તમ! આ અયોગ્ય આચરણ શું કરે છે?” પુરોહિત શ્યામ મુખવાળ થઈને સગર્ગદ કહેવા લાગ્યા–“હે માત ! તેજ હું તમારે વેદવિચક્ષણ નામનો પુત્ર છું.” પરસ્પરને પોતાને સંબંધ જાણીને માતા પુત્ર બંનેના મુખપર સ્પામતા છવાઈ ગઈ અને જાણે ભૂમિમાં પેસવાને ઇચ્છતાં હોય, તેમ બંને નીચું મુખ કરીને પૃથ્વી પર દૃષ્ટિ કરી રહ્યાં. પિતા પોતાના દુવૃત્તાંતના પરિતાપરૂપ અગ્નિથી પરસ્પર બંનેનું મન બળી જવા લાગ્યું અને લજજાવેશના વશથી તેઓ એક બીજાની સખ જેવાને પણ સમર્થ ન થયા. ' પછી નીર, અગ્નિ કે ભગપાત વિગેરેથી પિતાના પાપની શુદ્ધિ કરવાને માટે આત્મઘાતની ઈચ્છા કરતી કામલક્ષ્મીને તે દ્વિજ કહેવા લાગે –“હે માત ! આત્મઘાત કરવાથી શું ? તેમજ ગત વસ્તુનો કે ગત બનાવનો શોક કરવાથી પણ શું? હવે તે પાપને વિઘાત કરવાને તપકર્મમાં યત્ન કર. કારણ કે પ્રાણી આ મઘાત કરવાથી પિતાના પૂર્વ કર્મથી મુક્ત થઈ શકતે નથી, પરંતુ તેનું ફળ ભેગવવાથી અથવા તે તીવ્ર તપથી જ તે મુક્ત થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –
" पावाणं च खलु भो कडाणं कम्माणं पुब्बि दुचिण्णाणं दुप्पडिताणं, वेइत्ता मुरको, नत्थि अवेइत्ता, तपसा वा सोसइत्ता."
“કરેલાં પાપકર્મો કે જે પૂર્વે ખપાવ્યાં ન હોય અથવા પડિકમ્યાં ન હોય તો તે દવા વડેજ છૂટી શકે છે, વેદવામાં ન આવે તો છૂટી શકતાં ૧ ભેરવવ ખાવો-૫વતના શિખર ઉપરથી શરીર પડતું મૂકી પ્રાણુ ખોવા.