________________
પરિ છે.
વિદ્યાપ્રશંસાધિકાર.
ગાએથી પાણી લઈ આવ્યા તે પીને રાજાજી ઘણુ ખુશી થયા, ને પેલા કણબીના છોકરાને જે માગે તે આપવા કહ્યું.
મટે છેક વિચારમાં પડ્યો, કે અરે જીવ! આપણે શું માગવું? સજા સાહેબ રાજી થયા છે. માટે હાલમાં કાંઈ ગાય ભેંસ આંગણે નથી, ને દૂધ છાશ વગર ઘણું દુખી થઈએ છીએ, તેથી જે રાજાજી એક ભેંસ આપે તે ઘણું સારું. આથી ઘરનાં બધાં રાજી થશે. આ મનસુબો કરીને બોલ્યો કે
રાજા સાહેબ, તમે જે ખુશી થયા છે તે મને એક સારી જોઈને ભેંસ આપ.” રાજાએ તે આપવા કબુલ કર્યું.
નાના છોકરાએ વિચાર્યું કે, હે જીવ! મોટા ભાઈએ ભેંસ માગી, તેમ આપણે કાંઈ જાનવર માગવું નથી. તે જાનવર જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધીજ ફાયદે. રાજા પાસે તે એવી ચીજ માગવી કે હમેશાં જીંદગાની સુધી ટકી રહે. ધન, માલ, ઢોરઢાંખર, વાડી, વજીફા, ઘરબાર કે હવેલીની કાંઈ દરકાર નથી. અરે! એતો બધાં રાજાજી આપે! પણ આપણે લેકભાઈ, વગર ભણેલા, અકલ વિનાના, તેને કેળવતાં શું આવડે! વળી તે આપણું પાસે રહી પણ શકે નહિ, ફેસલાવી ખાનારા ઘણા મળે! માટે અક્કલ માગીએ તે કામ થાય! અક્કલથી બધું મળી રહેશે અને તેમાંથી ભાઈઓને ભાગ પણ પડવાનો નહિ. ચોર ચોરી જઈ શકે નહિ. રાજા દંડી શકે નહિ. જન્યારા સુધીનું સાથીપણું તે અક્કલ છે. “હે રાજા સાહેબ ! તમે ખુશી થયા છે તે મને અક્કલ આપ.” રાજા કહે, “અરે! હું ફરી કહું છું કે તું તારા ભાઈની માફક માલમત્તા કાંઈ માગ. અકકલમાં તારું શું વળવાનું છે?” પણ સમજુ છોકરાએ તેજ કબુલ રાખ્યું.
રાજાજી પિતાનું વચન પાળવા બંનેને રાજમહેલમાં સાથે લઈ ગયા. જેણે ભેંસ માગી હતી તેને સારી જોઈને એક ભેંસ બક્ષિસ આપી, તે લઈ રાજી થઈ ચાલત થશે. જેણે અકલ માગી હતી તેને અક્કલ આપવા સારૂપ્રથમ ભણાવો જોઈએ તેથી એક પંડિતને બોલાવી તેને પગાર કરી આપી ભણાવવા માંડશે.
ભેંસ લેનાર મોટાભાઈએ પિતાને ઘેર જઈ ભેંસ બાંધી. હમેશાં પટલાણી તેને ખડ, કપાસીયા ખવરાવે, એટલે તેના ગજા મુજબ દૂધ દેતી હતી. તેથી ઘરનાં સર્વ માણસો દૂધ, દહીં, છાસ ને ઘીથી સુખી થવા લાગ્યાં. તેઓ અક્કલ માગનાર નાના ભાઈને ધિક્કારતા હતા. “જુઓ, ભાઈએ ડાહ્યા થઈને અકકલ માગી તે ઉલટા રાજાને કબજે રહેવું પડયું! છો