________________
પરિચછેદ.
આરોગ્ય અધિકાર.
૪૦૫
કસરત. માણસ જાતને જેટલી જરૂર હવાની, પાણીની અને અનાજની છે તેટલીજ કસરતની છે. એટલું ખરું કે કસરત વિના માણસ ઘણું વર્ષ સુધી નભી શકે તેમ ખોરાક, હવા, પાણી ને અનાજ વિના ન નભી શકે, પણ કસરત વિના માણસ આરોગ્ય ન રહી શકે એ સર્વમાન્ય વાત છે. કસરત એટલે મેઈ દાંડીયા, ફુટબોલ, ક્રિકેટ કે ફરવા જવું એજ નથી; કસરત એટલે શારીરિક ને માનસિક કામ. જેમ ખોરાક હાડકાં માંસને સારૂ તેમજ મનને સારૂ જોઈએ, તેમ કસરત શરીરને તેમજ મનને જોઈએ, શરીરને કસરત ન હોય તે શરીર માં રહેશે અને મનને નહિ હોય તે મન શિથિલ રહેશે. મૂઢપણું એ પણ એક પ્રકારનો ગજ ગણવો જોઈએ. મેટા પહેલવાન જે કુસ્તી કરવામાં ભારે હિય પણ જેનું મન ગમારના સરખું હોય તેને આપણે અગી એ શબ્દ લગાડીએ એ અજ્ઞાનની દશા છે. અંગ્રેજીમાં કહેવત છે કે તન્દુરસ્ત શરીરમાં તદુરસ્ત મન હોય તે જ માણસ આરેગ્યવાળે ગણાય.
આવી કસરત કઈ? કુદરતે તે આપણે સારૂ એવી સરસ ગોઠવણ કરી છે કે આપણે હમેશાં કસરત કર્યાજ કરીએ, જરા શાંતિથી આપણે તપાસીશું તે આપણને માલૂમ પડશે કે દુનિયાને ઘણું જ મોટો ભાગ ખેતી ઉપર નભે છે. ખેડુતનાં ઘરનાં બધાંને કસરત મળી રહે છે. તે દરરોજ આઠ દશ કે તેથી પણ વધારે કલાક સુધી ખેતરવગેરેમાં કામ કરે ત્યારે જ તેને ખાવા પહેરવાનું મળી શકે છે. તેને મનની જૂદી કસરત જોઈતી નથી. ખેડુત મૂઢ દશામાં કામ કરી શકતો નથી. તેને જમીનની માટીની પરીક્ષા જાણવી જોઈએ. હતુઓના ફેરફારની માહીતી રાખવી જોઈએ, યુક્તિસર હળ ફેરવતાં આવડવું જોઈએ, તારા, સૂર્ય, ચંદ્રની ગતિ સાધારણ રીતે જાણવી જોઈએ. ગમે તેવા અક્કલવાને શહેર રવાસી જ્યારે ખેડુતના ઘરમાં જાય છે ત્યારે દીન બની રહે છે, ખેડુત કહી શકશે કે બીયાં કેમ વવાય. આસપાસની દરેક કેડીનું તેને જ્ઞાન છે, આસપાસના માણસનું તેને ભાન છે, તારા વગેરેના દેખાવપરથી તે રાતના પણ દિશા પારખી શકે છે. પક્ષીઓના સાદ ઉપરથી, તેઓની ગતિ ઉપરથી તે કેટલુંક કળી શકે છે. જેમકે અમુક પક્ષી અમુક વખતે એકઠાં થાય કે કલેલ કરે તો તે કહેશે કે આ વરસાદની અથવા તે એવી બીજી નિશાની છે. આમ પિતાને જોઈતી ખગોળવિદ્યા, ભૂગોળવિદ્યા, ભૂસ્તરવિદ્યા, વગેરે શાસ્ત્રો ખેડુત સમજે છે. તેને પોતાનાં છોકરાંને પોષવાં પડે છે, તેથી માનવધર્મશાસ્ત્રનું પણ સાધારણ જ્ઞાન છે અને પૃથ્વીના વિશાળ ભાગમાં રહે છે તે ઈશ્વરનું મહત્ત્વ સહેજે