________________
૪૦૬
એકાદશ
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે.
wwww
va
સમજે છે. શરીરે તે મજબૂત છેજ. પાતાનું વૈદું પાતેજ કરી લે છે. અને માનસિક કેળવણી તેને છે એ આપણે જોઈ શકયા.
પણ બધા ક ંઈ ખેડુત થવાના નથી, વળી આ પ્રકરણો ખેડુતના ઉપકારને સારૂ લખાતાં નથી; જેએ વેપારી અને એવા પ્રકારના ધંધાથી છે. તેઓએ શું કરવું, એ સવાલ છે. આ સવાલને જવાબ આપણને સમજપૂર્વક મળે તેવા હેતુથી ખેડુતની જિંદગીનું કંઈક વર્ણન આપ્યું છે. તેની રહેણી ઉપરથી આ પણે જેઓ ખેડુત નથી તે આપણી રહેણી કંઈક ઘટાવી શકીએ અને એટલું સમજીએ કે જેટલે દરજજે આપણે ખેડુતને લગતી જિંદગી ભાગવતા નથી તેટલે દરજ્જે આપણે નીરાગી એછા રહેવાના, ખેડુતની જીંદગી ઉપરથી આપણે જોઇયે છીએ કે માણસે આઠ ક્લાક શરીરિક કાર્ય કરવું જોઇએ; ને તે એવું કે જેથી તે કરતાં કરતાંજ મનની શક્તિને કસરત મળે. હવે વેપારી વગેરેને કેટલીક કસરત મળી રહે છે. પણ તે એકમાગી છે. તે કંઈ ખેડુતની જેમ ખગેાળવેત્તા, ભૂગાળવેત્તા, ઇતિહાસ જાણનારા નથી. તેને ભાવતાલની ખબર પડે, સામાને કેમ યુક્તિસર માલ વેચવેા એ ખબર પડે, પણ તેથી મનશક્તિ પુરી કસાતી નથી. તે ધંધામાં શરીરની હિલચાલ કઈક થાય છે, તે ઘણી આછી ગણાય.
આવા માણસોને સારૂ પશ્ચિમના લોકોએ શેાધ્યું છે કે તેઓએ ક્રિકેટ વગેરે રમતા રમવી; વર્ષમાં તહેવારે પાળી તેવે સમયે વળી વિશેષ રમતા રમવી; અને માનસિક કેળવણી સારૂ બહુ મગજમારી ન કરવી પડે તેવાં પુસ્તકો વાંચવાં. આ એક રસ્તા છે, તેને વિચારી લઇએ, આમ રમતમાં વખત ગાળતાં કસરત મળે છે એમાં શક નથી; પણ એ કસરતથી માણસનું મન સુધરતું નથી, એ આપણે અનેક દાખલામાં જોઈ શકીએ છીએ. ક્રિકેટ રમનારા અથવા ભારે ફૂટબેલ રમનારાની સંખ્યા જોતાં તેમાંથી પ્રમાણમાં કેટલા માણુસા સારી મનશક્તિવાળા મળી આવશે ? હિંદુસ્તાનમાં જે રાજા ખમ્ રમતીઆળ છે તેની મનશક્તિવિષે આપણે શું જોયુ છે ? વળી જેએ ભારે મનશક્તિવાળા છે તેઆમાંથી કેટલા રમતીઆળ છે ? આપણે અનુભવે જોઇયે છીએ કે મનશક્તિવાળા ઘણાજ આછા રમતીઆળ જોવામાં આવશે. વિલાયતના ગારાએ હાલ રમત ઉપર ખૂબ ઉતર્યા છે, તેને તેનાજ મહાકવિ કપલીંગે અક્કલના શત્રુ છે, એવા વણુ વ્યા છે; અને કહ્યું છે કે તેઓ ઇંગ્લાંડના વેરી બનશે. હિંદુસ્તાનમાં આપણા મનશક્તિવાળા ગૃહસ્થાએ જૂદો રસ્તા પકડયા જોવામાં આવે છે-તેઓ મનને કસરત આપે છે, અને પ્રમાણમાં શરીરને ઘણી ઓછી અથવા મુઠ્ઠલ આપતા નથી. આવાને આપણે ખોઈ બેસીએ છીએ. તેઓનાં