________________
૩૮૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
ભાન રહેતું નથી, તે કેટલીક વેળા મા અને સ્ત્રી વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. એ વ્યસનથી માણસની હાજરી બળી જાય છે, ને છેવટે તે પૃથ્વી પર ભાર રૂપે જીવે છે. દારૂ પીનારા ગટરમાં જોવામાં આવે છે. સારા ગણાતા માણસે દારૂ પીધા પછી બે દમડીના બની જાય છે. આવી સ્થિતિ માત્ર દારૂ પીતાંજ થાય છે એમ નથી. એ વ્યસનથી ઘેરાએલો માણસ પિતાને ભાન હોય છે એ સ્થિતિમાં પણ નમાલો જોવામાં આવે છે. તેના મન ઉપર તેને કાબુ હેતે નથી. ને બાળકની પેઠે તેનું મન ભમ્યા કરે છે. આ દારૂ, ને તેજ દરજજામાં ભાંગ, એ તદન તજવાલાયક વસ્તુ છે, એવિષે બેમત નજ હેવા જોઈએ. કેટલાક એવું માને છે કે દવાતરીકે દારૂ લેવાય. હકીકતમાં તેટલી પણ જરૂર નથી, એમ યૂરેપ કે જે દારૂનું ઘર છે ત્યાંના વૈદે કહે છે. પ્રથમ ઘણાં દરદોને સારૂ દારૂ વપરાતે, ત્યાં હવે તેની તદન બંધી થએલી છે. પણ એ દલીલ જૂઠી દાનતથી અપાએલી છે, દવામાં વપરાય વાસ્તે ખાવામાં વાપરવાને બાધ ન હોય એમ ચગડું દારૂના હિમાયતી બેસાડવા માગે છે, પણ એળીઓ કે નેપાળે દવાને સારૂ વપરાય તેથી તેને ખોરાક તરીકે વાપરવાનો વિચાર કોઈ કરતું નથી. કદાચ એમ બને કે કઈ દરદમાં દારૂથી ફાયદો થતો હોય, છતાં દારૂથી એટલું તો નુકસાન પહોંચેલું છે કે વિચારશીલ માણસની ફરજ છે કે તેણે દેહ જાય તોએ દવાતરીકે પણ દારૂને ન લેવો જોઈએ. દારૂથી આ શરીરને નિભાવતાં સેંકડો માણસનું અકલ્યાણ થાય તે શરીરને જતું કરવું એ આપણી ફરજ છે. હિંદુસ્તાનમાં લાખો માણસે વૈદોના સલાહ છતાં દારૂ નહિ. પિનારા પડયા છે. તેઓ દારૂ પીને અથવા તે જે જે વસ્તુને બાધિત ગણે છે તે લઈને જીવવાનું કબૂલ નથી કરતા. અફીણને દારૂની સાથે જ વિચારવા જેવું છે. અફીણને નિશ દારૂથી જુદા પ્રકારનું છેપણ તેથી થતી પાયમાલી દારૂથી બહુ ઉતરતી નથી. અફીણને વશ થએલી ચીનની મહાન પ્રજા તેવી જ રહેશે તે સ્વતંત્ર રાજ્ય મેળવ્યા છતાં સપાટામાં નાશ પામશે, અફીણને વશ થએલા આપણા ગરાસીઆ પિતાને ગરાસ ઓઈ બેઠા છે
બીડી તમાકુ-જેમ દારૂ, ભાંગ ને અફીણ ખરાબ છે એમ સાધારણ વાંચનાર તુરત સમજી લેશે તેમ બીડી-તમાકુનું નહિ સમજે. બીડી–તમાકુએ પો. તાની સત્તા માણસ જાત ઉપર એટલી જમાવી છે કે તે નાબુદ થતાં જમાના જવાનો સંભવ છે. નાના મોટા બધા એની ઝડપમાં આવી ગયા છે. વળી નીતિમાન ગણાતા માણસો પણ બીડી વાપરે છે. તે વાપરવામાં શરમ નથી ગણતી. મિત્રને આવકાર દેનારું એ મહા સાધન છે તેને અટકાવ થવાને બદલે તેને ફેલાવે વધતો જાય છે. સાધારણ માણસને તે ખબર પણ નથી