________________
૩૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ *www-=-7nwaaaawwwwaaaaa પહેળી થઈ છે. સેન્ડો વગેરે ડમ્પબેલની કસરત કરાવે છે તેમાં પણ એજ રહસ્ય રહ્યું છે. ઝપાટાથી ડઅબેલ ફેરવતાં શ્વાસ ઉંડા ને ખુબ લેવાય છે, તેથી છાતી ખૂબ પહોળી ને મજબૂત બને છે.
આમ હવા કેમ લેવી એ જાણવાની સાથે ખુલ્લી હવા રાત ને દહાડે લેવાની ટેવ પાડવાની જરૂર છે. આપણી સાધારણ આદત એવી છે કે આ પણે દિવસના ઘરમાં કે દુકાનોમાં ગંધાઈ રહીએ છીએ, ને રાતના પણ તિજેરીના જેવી ઓરડીઓમાં સૂઈએ છીએ, બારી બારણાં હોય તે પણ બંધ કરી દઈએ છીએ, આ ટેવ ઘણું વડવા જેવી છે. જેટલો વખત બને તેટલા વખતને ખસુસ કરીને સૂતી વેળા આપણે ખુલ્લી હવાજ લેવી ઘટે છે; એટલે જેનાથી બને તેણે તે ઉઘાડા વંડામાં, અગાસીમાં, ફળીમાં કે કઠેડામાં સૂવું જોઈએ. જેના નસીબમાં આમ કરવાનું નથી તેણે પોતાની કોટડીના જેટલા દરવાજા ને બારી ખુલ્લાં રાખી શકાય તેટલાં રાખવાં જોઈએ. હવાજ આપણને ચોવીસે કલાક ખાવાને ખોરાક છે તેનાથી બીલકુલ ડરવાનું નથી. ઉઘાડી હવા કે સવારની કેરી હવા લેવાથી માંદગી થાય એવી વાત, એ માત્ર વહેમ છે. જેણે કુટેવ થી પોતાનાં ફેફસાં બગાડ્યાં છે તેને એકાએક ખુલ્લી હવા લેવાથી શરદી થઈ આવવાનો સંભવ છે, પણ તેવા માણસે એવી શરદીથી ડરવાનું નથી. એ શરદી ટુંક મુદતમાંજ દૂર થઈ જશે. ક્ષયની બિમારી ભેગવનારાને સારુ હાલ યુરોપમાં ઠેકાણે ઠેકાણે ખુલ્લી હવા મળે તેવાં ખુલ્લાં મકાનો બાંધવામાં આવ્યાં છે. દેશમાં મરકીને ઉપદ્રવ રહ્યાજ કરે છે તેનું ખાસ કારણ આપણી હવા બગડવાની અને બગડેલી હવા લેવાની બૂરી આદત છે. નાજુકમાં નાજુક માણસ ખુલ્લી હવા લે તે તેને ફાયદો જ થાય એ ચોકકસ રીતે માનવાજેવી હકીકત છે. હવા નહિ બગાડતાં ને સ્વચ્છ હવા લેતાં આપણે શીખી લઈએ તે આપણે ઘણું રેગોમાંથી સહેજે બચી જઈએ, ને દક્ષિણ આફ્રિકા જેવા મુલકમાં આપણું ઉપર ગંદકીને જે આરોપ છે તે કેટલેક દરજજો દૂર થાય.
જેમ ખુલ્લી હવામાં સૂવાની જરૂર છે, તેમજ મેંઉપર નહિ એઢવાની પણું જરૂર છે. ઘણું હિંદીની આદત મે ઢાંકીને સૂવાની છે. આમ કરવાથી આપણે બહાર નીકળે ઝેરી શ્વાસ આપણે જ લઈએ છીએ. હવા વસ્તુ એવી છે, કે જરા માર્ગ હોય તે ત્યાં તે પેસી જાય છે. આપણું એાઢવાનું ગમે તેમ લપેટિયું હોય તે પણ બહારની હવા થોડી ઘણું તેમાં પેસી જાય છે. જે આમ નજ થતું હોય ને આપણે માથાસુધી ઓઢીને સૂતા હોઈએ તે ગુંગળાઈને જ મરી જઈએ. પણ તેમ નથી થતું, કેમકે ડીઘણી પ્રાણવાયુવાળી