________________
પરિચછેદ. આરોગ્ય અધિકાર
૩૭ == ======================== બહારની હવા મળ્યા કરે છે. પણું તેટલું બસ નથી; માટે ટાઢ વાય તે માથાઉપર કંઈનેખું વસ્ત્ર લપેટવું, કે કાનપી પહેરવી, પણ નાક તે જરૂર બહાર રાખવું જોઈએ. ગમે તેટલી ઠંડી પડતી હોય ત્યારે પણ નાકને ઢાંકી મૂકવું ન જોઈએ.
હવા અને અજવાળાને એટલે બધે નિકટ સંબંધ છે કે અજવાળાને વિષે બે બેલ આ પ્રકરણમાંજ લખવા ઘટે છે. જેમ આપણે હવાવિના ન નભી શકીએ તેમજ અજવાળાવિના ન જવાય. નરકમાં અજવાળાને અભાવજ માન્ય છે. જ્યાં તેજ નથી, ત્યાં હવા હમેશાં ખરાબજ હોય છે. કઈ અંધારી કેટડીમાં આપણે પ્રવેશ કરીશું તે ત્યાંની હવામાં આપણને બદબે માલમ પડશેજ. અંધારામાં આપણે આંખનો ઉપયોગ નથી કરી શક્તા, એ બતાવે છે કે આપણે અજવાળામાં જ રહેવાને પેદા થએલા છીએ. જેટલા અંધારાની જરૂર કુદરતે આપણે સારૂ માની છે, તેટલું અંધારું આપણને સુખાકારી રાત્રિ પેદા કરીને તેણે આપ્યું છે. ઘણા માણસેને એવી આદત પડી ગએલી હોય છે, કે ઘણી ગરમીના દિવસેમાં પણ તેઓ પોતાની ભેાયરા જેવી કોટડીમાં અજવાળું ને હવા બંધ કરીને બેસી કે સૂઈ રહેશે. હવા અને અજવાળાવિના રહેનાર માણસો તેજ અને શક્તિવગરના જોવામાં આવે છે.
યુરોપતરફ હાલ એવા તબીબ છે કે જેઓ દરદીઓને ખુલ્લી હવા અને અજવાળું પુષ્કળ આપી તેઓનાં દરદ મટાડે છે. તેઓ માત્ર ચહેરાને હવા અજવાળું આપે છે એટલું જ નથી, પણ દરદીને લગભગ નગ્ન દશામાં રાખે છે, અને આખા શરીરની ચામડી ઉપર હવાની અને અજવાળાની અસર પહોંચાડે છે. આવી માવજતથી સેંકડો આદમીઓ સાજા થાય છે. હવા અને અજવાળાની આવ-જા થાય તે માટે આપણાં રહેવાનાં ઘરનાં બારી-બારણાં રાત દહાડે ખુલ્લાં રાખવાં જોઈએ.
ઉપરનું લખાણ વાંચી કેટલાકને એમ શંકા થશે કે જે હવા અને તેજની આટલી જરૂરિયાત હોય તે ઘણુ માણસે પોતાની કેટલીઓમાં પડી રહે છે છતાં તેઓને નુકસાન નથી થતું એ કેમ? આવી શંકા કરનારે વિચાર નથી કરેલો એમ કહેવાય. જેમ તેમ નિભવું એ આપણે વિષય નથી. આપણે વિષય તે એ છે કે સંપૂર્ણ આરોગ્યમાં બને તે નિભવું. એમ ચોક્કસ રીતે સાબીત કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં લોકે ઓછી હવા ને ઓછું અજવાળું લે છે ત્યાં ત્યાં તેઓ માંદા રહે છે. શહેરના લેકે ગામડીઆકરતાં નાજુક છે, કેમકે શહેરના લેકેને હવા અજવાળાં થોડાં મળે છે. ડરબનમાં