________________
પરિચ્છેદ
આરોગ્ય-અધિકાર.
આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે હવા લેવાને માર્ગ તે નાક છે-મેટું નહિ, એમ છતાં ઘણાંજ થોડાં માણસને બરોબર શ્વાસ લેતાં આવડે છે. બહુ માણસો મોઢાવાટે શ્વાસ લે છે. આ ટેવ ઈજા કરે છે. બહુ ઠંડી હવા જે મેં વાટે લેવાય તે ઘણીવાર શરદી થઈ આવે છે, ને સાત બેસી જાય છે. હવામાંના રજકણ મોઢાવાટે શ્વાસ લેનારનાં ફેફસામાં પ્રવેશ કરે છે, તેથી કેટલીકવાર ફેફસાંને મેટી હાનિ પહોંચે છે. આને પ્રત્યક્ષ અનુભવ વિલાયત જેવા શહેરમાં તુરત થઈ જાય છે. ત્યાં ઘણું ચીમનીઓને લીધે નવેમ્બર માસમાં બહુ ‘ફેગ”—પીળી ધમસ થાય છે. તેમાં ઝીણું કાળાં રજકણું હોય છે. જે માણસ તે રજકણથી ભરેલી હવા મેં વાટે લે છે તેના થુંકમાં તે જોવામાં આવે છે. આમ ન થાય તેટલા સારૂ કેટલીક સ્ત્રીઓ, જેને નાકવાટે શ્વાસ લેવાની આદત નથી હોતી, તે માંઉપર ખાસ જાળવાળી મુમતી બાંધે છે. એ મુમતી ચાળણુની ગરજ સારે છે. તેમાં થઈને હવા જાય છે તે ચોખ્ખી થાય છે. કેટલોક વખત વપરાયા પછી તે મુમતી તપાસી હોય તે તેમાં ૨જકણે જેવામાં આવશે. આવી ચાળણ કુદરતે નાકમાં રાખેલી છે. નાકથી લેવાએલી હવા સાફ થયા પછી જ ફેફસાંને પહોંચે છે; વળી નાકમાંથી લેવાએલી હવા ગરમ થઈને અંદર ઉતરે છે, આ વાત ધ્યાનમાં રાખી દરેક માણસે નાકવાટેજ હવા લેતાં શીખી લેવું જોઈએ. તે કંઈ મુશ્કેલીની વાત નથી. ન બેલતા હેઈએ ત્યારે મેં બંધ રાખવું જોઈએ. જેઓને મેં ઉઘાડું રાખવાની ટેવ પડી ગઈ હોય તેમણે મોઢે પડદો બાંધી રાતના સુવું, એટલે પરાણે નાકવાટેજ શ્વાસ લેવાશે. વળી સવાર સાંજ ખુલ્લી હવામાં ઉભી તેણે નાકે વીશેકવાર શ્વાસ લેવા. આમ કરવાથી નાકેજ શ્વાસ લેવાની ટેવ પડી જો તંદુરસ્ત અને નાકથી શ્વાસ લેનાર માણસ પણ નાકવાટે હમેશાં સ્વચ્છ હવામાં શ્વાસ લે તે તેની છાતી મજબૂત અને પહોળી થશે. આ અખતરે દરેક માણસે કરવાલાયક છે. અખતરો કરનારે શરૂઆતમાં છાતીનું માપ લેવું, ને એક માસ પછી ફરી લેવું. તે જોશે કે તેટલી ટુંકી મુદતમાં તેની છાતી કંઈક વિશેષ તમામ માને રોગગ્રસ્ત કરી પાયમાલ કરે છે. ખાળ, ગટર, એઠાનાં વાસણે વિગેરે તરફ પણ બેદરકારી રાખવાથી અસહ્ય સંકટોના ભક્તા બનવું પડે છે. માટે જીંદગીની સફલતા સ્વીકારનાર દરેક માનવંતબાંધવોએ વિવેકપૂર્વક વર્તવા ખાસ જરૂર છે.
હાલમાં પ્લેગ આદિ મહારોગ ફાટી નીકળવાનું મુખ્ય કારણ ઝેરી જંતુઓજ છે. અને તે ઝેરી જંતુઓનાં સ્થાનકે જ્યાં સુધી શુદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ઝેરી જંતુ એની ઉત્પત્તિ થયાજ કરે, જેને લઈ આપણ સર્વને છેડા યા વત્તા પ્રમાણમાં દુઃખ સહન કરવું પડે.
૪૮