________________
३७४ વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ સે.
એકાદશ = ======== ======= === ણને તે રોગો દૂર કરવાનો પહેલે, સહેલો ને છેલ્લો ઉપાય ચેખામાં ચો
ખી હવા છે. એને પહોંચનાર વૈદ, દાક્તર કે હકીમ દુનીયામાં બીજે નથી. ક્ષયને રેગ એ ફેફસાં સડવાની નિશાની છે. ફેફસું સડયું તે ઝેરી હવાને લઇને. જેમ એજીનમાં ખરાબ કેલસા ભરવાથી એજીન ખરાબ થાય તેમ ફેફસાંનું છે. આથી હાલના દાક્તરે જેઓ સમજ્યા છે તે અચૂક ક્ષયના રોગને સારૂ પહેલો ઉપાય ચોવીસે કલાક ખુલ્લી હવા લેવાનો આપશે. બીજા બધા ઉપાય તેની પાછળ કામ કરે છે. ને તેના વિના એક પણ ઉપાય કામ કરતો નથી.
હવા આપણે ફેફસાંવાટે લઈએ છીએ એટલું જ નહિ પણ ચામડીવાટે પણ કંઈક ભાગ લેવાય છે. ચામડીમાં અગણિત બારીક છિદ્રો છે તે વાટે આપણે હવા લઈએ છીએ.
આવી મહા અગત્યની જે વસ્તુ છે તેને ચેખી કેમ રાખી શકાય એ બધાએ જાણવું જોઈએ. ખરું જોતાં બાળક સમજણું થાય ત્યારથી જ તેને હવાની અગત્યવિષે જ્ઞાન આપવું જોઈએ. આ પ્રકરણના વાંચનાર આ ઘણું સહેલું પણ અગત્યનું કામ કરશે, ને પોતે હવાવિષે સામાન્ય જ્ઞાન મેળવી તે પ્રમાણે ચાલી પોતાના છોકરાઓને તે જ્ઞાન આપશે તથા તેઓની પાસે તે પ્રમાણે વર્તન કરાવશે તે હું મને પોતાને કૃતાર્થ થયે માનીશ.
હવા બગડવાનાં મુખ્ય સાધનો આપણાં જાજરૂ, આપણું વડા. અને ત્યાં મૂતરડીઓ નોખી હોય ત્યાં મૂતરડી, એ હોય છે. ઘણા થોડા માણસને જાજરૂની ગંદકીથી થતી નુકસાનીનું ભાન હોય છે. બિલાડી કે કૂતરું જ્યારે જાજરૂ કરે છે ત્યારે જમીન ઘણે ભાગે પોતાના પંજાવતી ખેદે છે, અને તે ખાડામાં મળત્યાગ કરી તેની ઉપર ધૂળ નાખે છે. જ્યાં સુધરેલી ઢબનાં–પા. ણના નળવાળાં જાજરૂ નથી ત્યાં ઉપર પ્રમાણે કરવાની જરૂર છે. આપણું પાયખાનાંઓમાં એક બકેટમાં આપણે રાખ કે સૂકી માટી ભારી રાખીએ, ને દરેક વખતે જ્યારે તે પાયખાનું વપરાય ત્યારે તે મેલા ઉપર રાખ કે સૂકી માટી, મેલું તદન ઢંકાઈ જાય તેટલી છાંટીએ, તે બદબો અટકે છે, ને માંખી વગેરે ઉડતા જે મેલાઉપર બેસી આપણા શરીરને અડકતા નથી. જેનાં નાક બગડી નથી ગયાં અથવા મેલની ગંધથી ટેવાઈ નથી ગયાં, તે માણસ મેલું ખુલ્લું રાખવાથી હવામાં કેટલી બદ ફેલાય છે તે જાણી શકશે. આપણા ખોરાકમાં પાયખાનાને મેલ કઈ ભેળવે ને આપણે આગળ મૂકે તે આપણને ઉલટી થશે; પણ પાયખાનાની બદબે હવામાં ભળે ને તે તે હવા આપણે ગળી જઈએ તેમાં, ને પાયખાનાના મેળવેલા અનાજમાં તલભાર પણ ફેર નથી. ફેર