________________
પરિચ્છેદ.
આરોગ્ય—અધિકાર.
****~~~~
wwwww
માગીએ ને શેાધીએ ત્યારે મળશે; પણ હવા તેા આપણી ઈચ્છા વિનાએ આપણે લઇએ છીએ.
૩૯૩
જેમ આપણે ખરામ પાણી અથવા તેા ખરાબ ખારાક લેતાં અચકાઇએ છીએ, તેમજ ખરાબ હવાવિષે હાવું જોઈએ; પણ હકીકતમાં તા એવું છે કે આપણે અગડેલી હવા જેટલે દરજ્જે લઇએ છીએ તેટલે દરજજે આપણે મગડેલાં અન્ન-પાણી લેતા નથી. દેખવાનીજ દાઝ છે. આપણે પ્રતિમા પૂજનારા છીએ. હવાને નરી આંખે જોઈ શકતા નથી તેથી આપણે કેટલી ખરાબ હવા લઈએ છીએ તેના ખ્યાલ નથી કરતા. બીજાએ અડકેલા ખારાક ખાતાં આ પણે અચકાઇએ, ખીજાએ એટલું પાણી પીતાં વિચાર કરીએ, અને આપણામાં જરાએ નફરત નિહ હાય તાપણુ બીજા માણસે ઉલટી કરેલાં ખૈરાક કે પાણી તે આપણે નહિજ લઇએ; દુકાળીયાંની પાસે પણ ઉલટી કરેલા ખારાક મૂકશું તે તે મરવું કબૂલ કરશે; પણ તે ખારાક નહિ લે; પણ સામા માણસે એકેલી-શ્વાસવાટે બહાર કહ્રાડેલી હવા આપણે બધા નફરત રાખ્યા વિના લઇએ છીએ ! આરેાગ્યવિદ્યાના નિયમે પ્રમાણે આકેલી હવા, એ એકેલા અનાજ જેટલીજ ખરામ છે. એમ સાખીત કરવામાં આવ્યું છે, કે માણસે મહાર કહા ડેલા શ્વાસ જો બીજા માણસના ફેફસામાં દાખલ કરવામાં આવે તે તેનું તુરતજ મરણુ નીપજશે એવા ઝેરી તે શ્વાસ છે. છતાં એક એરડીમાં ગોંધાઈ બેઠેલા સૂતેલા માણસે આવેા ઝેરી શ્વાસ આખા વખત લીધાજ કરે છે, માણસનાં સારાં નસીબે હુવા એ એટલેા ચંચળ પદાર્થ છે કે તે આખા વખત ઉડયા કરે છે ને ઝપાટાભેર ફેલાય છે, વળી ઝીણામાં ઝીણાં છિદ્રોમાંથી પણ દાખલ થાય છે, એટલે એક તરફથી આપણે કૈાટડીમાં ભેગા થઈ હવાને ઝેરી બનાવીએ છીએ ને ખીજી તરફથી દરવાજાનાં તીણાંમાંથી, છાપરાની રહી ગએલી ડોમાંથી બહારનો પવન થાડો ઘણા આવ્યા કરે છે; તેથી આપણે તદન એકેલી હવા પાછી લેતા નથી. આપણે મહાર કાઢેલી હવા નિરંતર સાફ્ થયાજ કરે છે. ખુલ્લી હવામાં આપણે અંદરની હવા બહાર હાડીએ એટલે તે ઝેરી હવા મહારની હવામાં ` પળવારમાં ફેલાઈ જાય છે, ને સારી હવાનું જે પ્રમાણ છે તેને કુદરત જાળવી રાખે છે. હવા એ અહેાળા વિસ્તારમાં આ નાની સરખી પૃથ્વીની આસપાસ વિંટળાએલી પડી છે.
હવે આપણે સમજી શકીએ છીએ કે ઘણાં માણસે કેમ માંદાં ને નખળાં રહ્યા કરે છે. સેકંડે નવ્વાણુ ટકાથી ઉપરાંત માંદગીનું કારણ તે ખરાખ હવા છે, એમાં કાંઇજ શક નથી, ક્ષય, તાવ, અનેક જાતના કહેવાતા ચેપી રાગા, એ બધાનું કારણ આપણે લીધેલી ખરાબ હવા છે; તેથીજ આપ