________________
૩૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ ======*******wwwwwwwwx===
હવા.
આપણે શરીરની કંઈક રચના જેઈ ગયા તે ઉપરથી આપણને માલમ પડયું, કે શરીરને ત્રણ પ્રકારના ખોરાક જોઈએ: હવા, પાણી અને અન્ન. આમાં હવા એ સર્વથી અગત્યની વસ્તુ છે, તેથી કુદરતે તેને એવા વિસ્તારમાં રાખી છે, કે આપણને તે વગરખર મળ્યા કરે. એમ છતાં હાલના સુધારાએ હવાની પણ કિંમત કરી મૂકી છે. આ જમાનામાં આપણને હવા ખાવાને દૂર દેશ જવું પડે છે, ને દૂર જતાં પૈસા બેસે છે; મુંબાઈમાં રહેનારને માથેરાન હવા ખાવાનું મળે તે તેની તબીયત સુધરે છે, વળી મુંબઈમાં રહીને જે મલબાર હિલઉપર રહેવાય તો વધારે સારી હવા મળે, આમ કરતાં દેઢીયાં જોઈએ; ડરબનમાં રહેનારને ચેખી હવા મેળવવી હોય તો બેરીયામાં જઈ રહેવું, તેમાંએ પૈસા બેસે છે, એટલે હાલના વખતમાં “હવા મફત મળે છે.” એમ કહેવું, એ તદ્દન વાજબી નહિ ગણાય.
હવા મફત મળો કે તેના દામ બેસે; પણ એ વિના ઘડીભર પણ આ પણને ચાલતું નથી. આપણે જોઈ ગયા કે લેહી આખા શરીરમાં ફરે છે, તે પાછું ફેફસામાં આવીને સાફ થાય છે, ને પાછું ફરે છે. આ ગતિ આખો દહાડે ને આખી રાત આપણા શરીરમાં થયા કરે છે. દરેક શ્વાસ બહાર કહાડીએ ત્યારે આપણે ઝેરી પવન બહાર કહાડીએ છીએ, ને શ્વાસ અંદર ઈએ ત્યારે આ પણે બહારની હવામાં પ્રાણવાયુ લઈ તેવડે અંદરના લેહીને સાફ કરીએ છીએ. આ શ્વાસ પળે પળે ચાલે છે, અને તેની ઉપર શરીરના જીવનને આધાર છે. પાણુમાં આપણે બી મરીએ છીએ તેનો અર્થ એટલો જ કે આપણે શરીરમાં પ્રાણવાયુને દાખલ કરી શક્તા નથી, અને માંહેના ઝેરી વાયુને બહાર કાઢી શકતા નથી, મરજીવા બખતર પહેરી પાણીમાં ઉતરે છે, ને પાણીની સપાટી બહાર રહેલી ભુંગળીમાંથી બહારની હવા લે છે, તેથી તેઓ ઘણો વખત પાણીની અંદર રહી શકે છે.
કેટલાક તબીબેએ પ્રયોગો કર્યા છે તે ઉપરથી સાબીત થયું છે, કે જે માણસને હવાવિને પાંચ મિનિટ રાખ્યો હોય તે તેને પ્રાણ જશે. કેટલીક વેળા માની સેડમાં રહેલું બાળક ગુંગળાઈ મરી જાય છે, તે એવા કારણથી કે બચ્ચાંને નાક મેં દબાયાથી બહારની હવા ન મળી શકી.
આ ઉપરથી આપણે જોઈએ છીએ કે હવા એ આપણને સર્વથી જરૂરનો ખોરાક છે, અને તે આપણને વણમાગ્યે મળે છે, પાણી ને અને આપણે