________________
પરિચછેદ.
આરોગ્ય-અધિકાર.
એક વખત જમવું, ઉષ્ણ જળ પીવું.” આ નિયમ શરીરને બહુજ લાભકારક છે. કુક જેવા દુરંત વ્યાધિ પણ આ પ્રમાણેની પ્રવૃત્તિથી નાશ પામે છે. શરીરની સ્થિતિ સુધરે છે. હાનિકારક રસને નવ દિવસ સુધી પોષણ ન મળવાથી તે નાશ પામે છે. અને મને નિગ્રહ થવા સાથે શરીર તથા ઇંદ્રિય ઉપર તેનાથી કાબુ મેળવી શકાય છે.
૩૪. “મળમાં, મૂત્રમાં, લેમ્બમાં, રૂધિરમાં, શુકમાં ઈત્યાદિ શરીરજન્ય તમામ અશુચિમાં શરીરથી છુટા પડ્યા પછી બેઘડીની અંદર અનેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને તે અશુચિઓ જે વ્યાધિવાળા માણસની હોય છે તે તેની અંદર તેની વ્યાધિને ઉત્પન્ન કરનારા જંતુઓ પણ હોય છે કે જે વૃદ્ધિ પામવાથીફેલાવાથી બીજા અનેક નિર્દોષ અને નિરોગી શરીરને તે તે વ્યાધિના ભેગા કરી દે છે. તેટલામાટે એવી અશુચિ રક્ષા તથા ધૂળિવડે ઢાંકી દેવી, અથવા તાત્કાળિક તેનો નાશ કરવો કે જેથી તે બીજાને ઉપદ્રવ કરે નહિ.” આ નિયમ જેનોને માટે ખાસ કહે છે. કારણ કે તેઓ સૂક્ષ્મ જંતુઓને પણ ઉત્પત્તિ, વિનાશ ન થાય એ ધોરણનો સ્વીકાર કરનારા છે. આ નિયમથી સ્વપરના શરીરને લાભ થાય છે અને અનેક પ્રકારની હાનિ થતી અટકે છે.
૩૫. “જમવા માટે બે અથવા તેથી વધારે સ્ત્રી કે પુરૂષોએ એકઠા ન સવું, એકબીજાના એઠાં પાત્રમાં એક બીજાએ ન જમવું, પાણી પીધેલું પાત્ર કપડાવડે લુંછવા સિવાય ન મૂકવું, અન્યના એઠાં કરેલાં પાત્રવડે બીજાએ પાછું ન પીવું, પાણી પીધેલું જળપાત્ર સામટા પાણીવાળા ઠામમાં ન બળવું, જમતાં એઠું ન મૂકવું. એઠા હાથ કેઈપણ પદાર્થમાં ન નાખવા, એઠી અથવા પિતાના ભાણામાં પીરસાયેલી–ખાવા માંડેલી વસ્તુ અન્યના ભાણામાં ન નાખવી.” ઇત્યાદિ એઠજૂઠને લગતા તમામ નિયમે ખાસ શારીરિક લાભના હેતુભૂત છે. પરસ્પરના વ્યાધિની અસરને દૂર કરનારા છે. આર્થિક વિચારણુએ પણ લાભ કરનારા છે અને જીવહિંસાના પાપથી દૂર રાખનારા છે.
૩૬. “એવી સ્વચ્છતાથી જમવું કે થાળીની અંદર કંઈપણ મિશ્રિત વસ્તુ એકત્ર થઈ અપ્રિય દેખાવ ન આપે. એવી રીતે સ્વચ્છતાથી જમ્યા પછી તે સ્વચ્છ થાળી સ્વચ્છ જળવડે ધોઈને તે પાણી પી જવું.' જેથી પિતાની ગરમી (વિદ્યુત) પિતાને પાછી મળે અને તેમાં હાનિકારક તત્વ હોય તે તેને ચેપ બીજાને ન લાગે-બીજાને હાનિ ન થાય.
૩૭. “વસ્ત્રો સ્વચ્છ રાખવાં, સ્વચ૭ પહેરવાં, મલિન ન પહેરવાં. આ નિયમ મલિન વસ્ત્રથી થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, પિઝીશનમાં વ. ધારો કરનાર છે અને વસ્ત્રની સ્થિતિને પણ વધારનાર છે.