________________
પરિચંદ.
આરેગ્ય–અધિકાર.
બહુજ નુકશાન કરે છે, પેટને ફુલાવી દે છે, અનેક જાતિના રોગ ઉત્પન્ન કરે છે, પીળા પચકેલ બનાવી દે છે, તંદુરસ્તીને નાશ કરે છે, તથા જઠરાગ્નિને બુઝાવી નાખે છે તેથી તે ત્યાજ્યજ છે.
૨૨. “બરફ કે કરા ખાવા નહિ.” આ પદાર્થ શરીરમાંના બળની હાનિ કરે છે અને શરદી ઉત્પન્ન કરે છે, અગ્નિ મંદ કરે છે તેથી તે અપેક્ષાએ પણ તે ત્યાજ્ય છે.
૨૩. “બહુ બીજવાળાં ફળ ખાવા નહિ.” જે ફળાદિમાં સંખ્યાબંધ માત્ર બીજજ ભરેલાં હોય છે તેવા પદાર્થ શરીરને હાનિ કરે છે. તેનાથી કેટલાક રેગ ઉત્પન્ન થાય છે તેથી તેવા પદાર્થો ન ખાવાનો નિયમ હિતકર છે.
૨૪. “તુચ્છ ફળ કે જેની અંદર ખાવું ડું અને ફેંકી દેવું વધારે પડે તે ખાવાં નહિ.” આ નિયમ શરીરને પણ હિતકર એટલા માટે છે કે એવા પદાર્થો વધારે ખાનારના શરીરમાં અમુક અમુક પ્રકારની રેગોત્પત્તિ થાય છે. આર્થિક દૃષ્ટિએ પણ એવા પદાર્થો ત્યાજ્ય છે.
૨૫. “અજાણ્ય ફળ કે કોઈપણ અજાણ વસ્તુ ખાવી નહિ. આ નિયમથી અનેક લાભ થાય છે. કેટલીક વખત તેથી પ્રાણ પણ બચી જાય છે. નામ વિગેરે નહિ જાણ્યા છતાં એવાં ફળ વિગેરે ખાનારનાં પ્રાણ ગયાના દષ્ટ મેજુદ છે. વળી કેટલાક પદાર્થો વ્યાધિ ઉત્પન્ન કરનારા હોય છે તે પણ અજા.
તાં ખવાઈ જાય છે. તેથી જે પદાર્થ બીજાને જાણતા હોય, જેના ગુણદોષ જાણવામાં આવેલા હેય, અને જે ખાનપાનમાં વપરાતો હોય તે પદાર્થ જ ખાવ, પણ રૂપ, રસ કે ગંધથી મોહ પામીને અજાણ્યો પદાર્થ ખાવ નહીં.
૨૬. “મીઠાઈ-પકવાન્ન માસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૩૦ દિવસ પછી ખાવું નહિ.” આ નિયમ શરીરમાટે ખાસ હિતકર છે. કારણકે ત્યારપછી તેની અંદર રસ અવશ્ય બદલાઈ જાય છે, ગંધ ફરે છે, પુગી વળે છે અને તેમાં છત્પત્તિ થાય છે. તેથી તેવી મીઠાઈ ખાવાથી અવશ્ય તંદુરસ્તી બગડે છે.
૨૭. “આદ્રનક્ષત્ર બેઠા પછી કેરી ખાવી નહિ.” આ નિયમ જ્યાં ચિત્ર માસથી કેરી આવે છે તેને અનુસરતે છે. જ્યાં શ્રાવણ માસમાં જ કેરી આવે છે તેને માટે નથી. આપણા દેશમાં ( કાઠીઆવાડ-ગુજરાતમાં ) તેની ઋતુ ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એ ચાર માસ છે. તેને માટે આદ્રનક્ષત્ર પછી ન ખાવાને નિયમ જરૂર છે. આ દેશમાં આáનક્ષત્રમાં ઘણી વખત વરસાદ