________________
૩૬.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદ
પદાર્થ તંદુરસ્તીને હાનિ કરનાર છે. કોઈ પણ પદાર્થ તા ખાવે તેજ શરીરને હિતકારક છે એ વાત ચેકસ છે.
૧૬. “કહી ગયેલાં-બગડેલાં-ગંધાઈ ગયેલાં ફળફળાદિ ખાવાં નહિ.” આ નિયમ શરીરસુખાકારીને માટે ખાસ ઉપયોગી છે. કારણ કે પિતાના અસલ રસથી ચુત થયેલ (ચલિત રસ) કઈ પણ પદાર્થ શરીરને અનુકૂળ નથી, પણ પ્રતિકૂળ છે. ફળફળાદિનું કે અન્ય પદાર્થોનું કહી જવું તે એની અંદર ત્રણ જીની ઉત્પત્તિનું સૂચક છે અને ત્રસ જીવ સંયુક્ત પદાર્થ શરીરને હાનિકારક છે.
૧. “બાળ અથાણું ખાવું નહીં.” આવા અથાણામાં પુષ્કળ. ત્રસ જ પડે છે–ગંધ બદલાઈ જાય છે–દુર્ગધ આવે છે, છતાં જિલ્લાના રસીયા મનુષ્યો તેને સ્વાદ છેડતા નથી. પરંતુ તે શરીરને પણ નુકશાન કરે છે. એવાં અથાણું બે બે વરસનાં રાખી મૂકવામાં આવે છે, તેની અંદર પ્રત્યક્ષ રીતે હાલતા ચાલતા નજરે દેખાય છે. તેથી શારીરિક તંદુરસ્તી ઈચ્છનારમાટે પણ તે ત્યાજ્યજ છે.
૧૮. “કાચાં એટલે ઉષ્ણ કર્યા વિના દુધ, દહીં ને છાશની સાથે મગ, ચણા, અડદ, તુર, વાલ, વટાણા, મેથી વિગેરે બે દાળ થાય તેવા (દ્વિદળ ) પદાર્થો મેળવીને ખાવાં નહીં.” આ વસ્તુને મેળાપ જીત્પાદક છે એ તે શાક્ત હકીકત છે, પરંતુ શરીરના હિતમાટે પણ એ પદાર્થ મેળવીને ખાવા લાભકારક નથી. પાચનક્રિયાને બાધ કરનાર છે, દુધ દહીં કે છાશ ઉષ્ણ કરેલાં હોય છે તે તે મેળવણું શરીરને નુકશાન કરતી નથી.
૧૯. ‘વેંગણ-રીંગણાં ખાવાં નહીં.” આ પદાર્થ ખાવાને પ્રચાર જેનસિવાય અન્ય કામમાં ઘણે વિસ્તરી ગયેલ છે, પરંતુ એ પદાર્થ કામેત્પાદક છે, અને જેટલા પદાર્થો કામોત્પાદક હોય છે તેટલા રૂધિરને બગાડનારા હોય છે, વેંગણ બુદ્ધિને જડ કરનાર છે અને બીજી રીતે પણ એ પદાર્થ નુકસાન કરનાર છે.
૨૦. “અફીણ, ગાંજો, તમાકુ વિગેરે કઈ પણ વસ્તુનું વ્યસન કરવું નહીં.” આ નિયમ શરીરને અત્યંત લાભકારક છે. વ્યસનમાત્ર શરીરને નુકશાન કરે છે. મનને પરાધીન બનાવે છે, મેહને ઉત્પન્ન કરે છે, પ્રમાણમાં વધી જાય છે તે પ્રાણહાનિ પણ કરે છે. લાભ કઈ જાતનો નથી. વળી તેવી ઝેરી ચીજને સંગ્રહ પણ હાનિકારક છે.
૨૧, “કાચી માટી-ભૂતડ વિગેરે ખાવાં નહીં.” આ પદાર્થો શરીરને