________________
પરિચ્છેદ
મૂખે વિચાધિકાર.
આ વાત ફેગટના ફેરા ખાનાર મૂર્ખાઓની અક્કલ નમુને બતાવે છે, ને તેવા પ્રસંગમાં આ દષ્ટાંત બેલાય છે.
સબસે બાંકી લેકીન સરકારકે સિપાઈસેંબી બાંકી હય. ?
સુરત જીલ્લામાં એક વાંકી નામની નદી આવેલી છે જે વખત તેમાં પૂર આવે તે વખત ઉતરવાની મહા મુશ્કેલી! નદીને પાટ ઘણેજ સાંકડે હોઈને કમરપુર પાણીમાં ઉતરતાં પણ વખતે માણસથી તણાઈ જવાય!
એક વખત એક લશ્કરી સિપાઈ કામસર સૂરતથી દમણ જતો હતે. - સ્તામાં એ નદીના હવાલામાં સિપાઈભાઈને આવવું પડયું. ચોમાસાની રૂતુ એટલે નદીમાં પાણીનું પૂર ઉતર્યું કે ચડયું એમ થયા કરતું હતું. મિભાઈની પાસે જે સામાન હતું તેને એક ગાંસડે બાંધી માથા ઉપર લીધો, ને નદીમાં છાતી પૂર પાણું છે એમ બીજાઓથી જાણી ઉતરવાની તૈયારી કરવા માંડી. " આલ્લાં પાણીની કાંઈ દરકાર મિભાઈએ કરી નહિ. તેથી કિનારાપરના લોકોએ કહ્યું કે, “
મિસાહેબ, એટલું પાણી છે પણ ઉતરાશે નહિ; એમાં વમળ ઘણું થાય છે ને તાણ પણ વધારે છે, તેથી તમને આરામાંથી પાણી દૂર ખેંચી લઈ જશે. પછી ઉંડાં પાણી આવ્યાં કે નીકળી શકશે નહિ. એનું નામ વાંકી નદી છે ને તેનાથી સૌ વિચારીને ચાલે છે માટે કાલે પાણી ઉતરે, ત્યારે જાજે.”
મિઓ કહે છે “છાતીપૂર પાણી કયા હતા? ઔર નદીબી કૈસી છેટી હૈ? હમ ઉસકી દરકાર કરતા નહિ. ઉસ્કા નામ બાકી હવે તો હિાને દે સબસે બાંકી લેકીન સરકારકા સિપાઇસેંબી બાંકી હૈ! બડી ગજબકી બાત ! હમ લશ્કરી લેક! ઓ છોટી નદીમેં ડર જાવે તે કિસ તરેહસે લડાઈમેં દુશ્મનકું હઠા શકે !”
મિની પતરાજ જોઈ કોઈ વધારે બેલ્યું નહિ. મિએ માથે ગાંસડે લઈ નદીમાં કાવ્યું. ચાલતાં ચાલતાં વચ્ચોવચ ગયો ત્યાં તાણ વધારે લાગવા માંડયું. ને ડોકી નમી જતાં બચકે નદીમાં પડી ગયે. તે લેવા મિઆ પાછળ પડયે, પણ આરા બહાર નીકળી જવાથી પાણુ વધારે થયું ને મિઆં ડૂબી મૂઓ!
પાણીની સાથે બાથ ભીડવી નહિ. તેમજ અમલના જોરથી કાંઈપણ સ. હસા કામ ન કરવું એ હકીકત આ વાત સૂચવે છે.
મૂર્ખકના વિચારે કેવા વિચિત્ર અને ઉપહાસપાત્ર હોય છે એ ઉપર
* કૌતુકમાળા,