________________
૨૯૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
આથી શિવદાસ પિતાને નાહક ફેરો ખવરાવ્યું તે સારૂ ગુસ્સે થયે પણ ખામોશ પકડી. પછી બંનેએ ઢોરોને ચરાવા લઈ જવાની જગ્યા મુકરર કરી. છેલ્લે શવદાસ નદી ઉતરી પાછે પિતાને નેશડે આ.
કેટલાક અક્કલહીન માણસે તથા અકલ ખરચવાની આળસ કરનારાઓ સામા ધણીને નાહકના આંટા ફેરા અને તસ્દી આપે છે, તેમની મૂર્ખાઈને ચિતાર આ વાત બતાવી આપે છે.
હીરે ગાળે જઈ આવ્યા. ભાવનગર શહેરમાં કમળશી કરીને એક મોટા વેપારી હતો. તેને ત્યાં હીરો કરીને એક વાર હતો. હીરાને અને અક્કલને હજારે ગાઉનું છેટું હતું, પણ દયાળુ શેઠે તેનો નિભાવ કરવા રાખ્યો હતો, તેથી તેને પરગામ કાગળ પત્ર લઈ જવાનું અથવા તો કોઈ ઉઘરાણી જાય તેની સાથે જવાનું કામ સોંપવામાં આવતું, પણ હીરો દરેક વખતે પોતાની ચાલ કી બતાવવા ચુકો નહિ. • એક વખત રાત્રે કમળશી શેઠ ગુમાસ્તાસાથે વાત કરતા હતા કે “હી. રાને કાલે ઘોઘે મોકલે છે.” તે હીરાના સાંભળવામાં આવ્યું. હીરાને રાત્રે સૂતાં સૂતાં વિચાર થયો કે, શેઠજીને ઇરાદો મને ઘોઘે મોકલવાનો છે તો શેઠજી કહે અને કામ કરવું તે કરતાં વગર કો કરૂં ત્યારે જ મારી હાંશિઆરી! મારા બાપ મને જ કહેતા હતા કે “કહ્યું કામ તે ઢોર પણ કરે પણ
જ્યારે વગર કો પોતાની સમજણથી કરીએ ત્યારેજ ખરી માણસાઈ.” આ વિચાર કરી પાછલી રાત્રે ચાર વાગે ઉઠી ઘોઘે જઈ સવારમાં આઠ વાગે પાછા આવ્યું. તુરત હરખાતો હરખાતો શેઠ પાસે ગયે, અને જશ લેવાની આશાએ ઉતાવળથી બેલી ઉઠયે કે “શેઠજી, હં હીરે ઘેઘે જઈ આવ્યું.” શેઠે કહ્યું, “તું કયારે, શું કામ, કે ના કહેવાથી ઘેઘ ગયે હતો?” હીરાએ કહ્યું, “શેઠજી, તમો રાત્રે મને ઘેઘે મેકલવાની વાત કરતા હતા તે આપ કહે અને પછી જાઉં તે કરતાં વગર કહેજ જાઉં તે જશ મળે એ સારૂ ગયે હતે.” આથી શેઠ તેની મૂર્નાઈપર હશી, ફોકટ ફેરો ખાધે તે માટે જશને બદલે જુતીઆ (ઠપકે) આપ્યાં.
* કૌતુકમાળા,