________________
પરિ છે.
મૂખ-અધિકાર.
૨૬૯
તે માટે પગના એ મોટા વાંક બદલ તેને શિક્ષા કરવાને તેણે નિશ્ચય કર્યો. તુરત કમરપર હાથ નાખી રૂપેરી મ્યાનમાંથી જમૈયો બહાર કાઢી, પોતાના પડી જનાર પગ પ્રત્યે બેલ્યો કે, “એ પગલું ઘી ગુડ ખિલાયા, એર તેરે નહિ ખિલાયા ? તું બી ઘી ખાતા, ગુડ ખાતા ને બરાબર સંતા યું નહિ? બરા નિમજ્હરામ !” એમ કહી જોતજોતામાં જમૈયો તે પગ ઉપર લગાવી દીધો, ને જાણે પિતાના પગને શિક્ષા કરી મર થતા હોય એવું ડાળ બતાવ્યું. એ જોઈ સર્વ કઈ તેની સમજણને માટે વિરમય પામ્યા; પણ કરે શું! જે બન્યું તે નહિ બન્યું થવાનું નહિ, પગમાંથી લેહી વહેવા માંડ્યું! જરાવાર થઈ ત્યાં ઘા ઠર્યો ને તેથી તેના પગ ભેપર માંડી શકાય તેમ રહ્યું નહિ, એટલે ગાડી ઉપર બેસારી મુકામ પર લાવ્યા. ત્યાં કેટલાક દિવસ દુઃખ પામી, પાટા પીંડી ને દવા દારૂ કરવાથી આખર આરામ થયો.
-
આ વાત એકજ તરેહનું જ્ઞાન ધરાવનારાઓનું ભેળપણ બતાવે છે.
- સૂર્યસામે લડાઈ ચલાવનાર મિ.
ગુજરાતમાં મુસલમાનને એક નાનો કસબો હતો. ત્યાંથી નજીક ત્રણ ગાઉ ઉપર એક શહેર આવેલું હતું. ત્યાં સરકારની મુખ્ય કચેરી હતી, તથા કમ્બાતીઓને લેવડ દેવડને સર્વ રીતનો સંબંધ હોવાથી હરવખત તેમને શેહેરમાં આવવું પડતું હતું. કરબાતી મિઆ સાહેબે પૂરા બંધાણી હતા. બંધાણીઓની આ કહેણી છે કે, “શિયાલેકા પઢ, ઉન્હાલેકે દપેર, ઔર
માસેકી રાત; અલ્લા મરણ દીજીઓ, મગર ગમન મત દીજીએ.” તે મુજબ તડકામાં જવા આવવાને બદલે તે મરણને વધારે પસંદ કરતા. આથી મિભાઈ સવારમાં શીરાવીને નીકળતા તે હું ગડગડાવતા ઠક ઠશુક કરતાં કલાક નવ દશને સુમારે શહેરમાં આવી પહોંચતા. કચેરીના ને બીજા કામથી ફારક થઈને ચાર પાંચ વાગતાને સુમારે પાછા વળતા તે સાંજના છેક સાત વાગતે ઘરભેળા થતા. કસબાથી કચેરીનું શહેર ઉગમણી દિશાએ હતું, તેથી સવારમાં જતી ને સાંજના આવતી બેઉ વેળા તેમને સૂર્ય સામે આવતો હતો. સૂર્યનો તડકો બરાબર મોં ઉપર આવતો હોય તો ગમેતેવા માણસને પણ આકરો લાગ્યા વિના રહે નહિ. તે અફીણના બંધાણી મિ સાહેબને લાગે તેમાં શું આશ્ચર્ય ! નિત્યની આ તડકાની પીડાથી મિભાઈ
* કૌતુકમાળા. ૧ ખાદને-સવારમાં ખાવાની ક્રિયાને શીરાવવું કહે છે.