________________
૨૬૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ નજરનઝકન=નક= જજ == = = = = જ માથાસુધી વાળા ઉઠી ને તેના ભાઈને કહ્યું કે, “અરે, પટયા, ગજબના કરનાર! તું તારા બનેવીને મારવાનું ધારે છે ને મને રંડાપો આ છે! જા! તું તારું કાળું કર ! તું તે એ મૂર્ખ છું કે તું એક મૂર્ખામાંથી સે સે મૂર્ખ થાય !” " એમ કહી શેઠાણીએ તેને રજા આપી, એટલે કે જૂના મુનિમને બેલાવી પાછો રાખે. આ ઉપર એક સાખી છે કે –
આણંદ પૂછે પરમાણંદ, માણસે માણસે ફેર; એક નાણું ખરચે ન મળે, એક ત્રાંબીયાના તેર,
માણસ સિ સરખાં હતાં નથી. માણસની કિંમત તેના ગુણ કર્મ પરથી થાય છે. એ બતાવવાને આ વાતને હેતુ છે.
ઘી ખાતા, ગુડ ખાતા ને બરાબર સતા કયું નહિ.
એક અબુધ નામનો આરબ એક રાજાની નોકરીમાં હતો. એક વખત ત્રીજોરી પરગામ મોકલવાની હતી, તે સાથે તેની નોકરીની કરમાસ થઈ. તેથી સળગતી જામગરીવાળી-રૂપાનું પતરું જડેલ બંદુક ખાધપર મૂકી, કમરમાં જ મૈઓ, છરી, તલવાર અને માબર વગેરે લટકાવી તૈયાર થયે, ને ત્રીજોરીની ગાડી જોડે ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં ગાડીનું ઠાંઠું છોડે નહિ. ગાડી ઉભી રહે તે પોતે ઉભેજ છે, ને જ્યાં ચાલી કે તે પણ ચાજ છે. નહિ ભૂખ કે તરસની દરકાર ! નહિ ટાઢ કે તડકાની અને નહિ અંધારી કે અજવાળી રાતની દરકાર ! આરબની નિમકહલાલ જાત જે ગુણોથી પંકાઈ છે, તે સર્વ ગુણ તેનામાં હતા. મુખ્ય એક નિમકહલાલીપર બરાબર સુત હતી. રસ્તામાં ઘી ગોળની રાતબ આપવા રાજાને હુકમ હતું, તે મુજબ આ આરબને પણ ઘી ગેળ મળતાં હતાં. ચાલતાં ચાલતાં એક છાણને પોદળો ભંયપર પડેલ તે પ્રથમથી અબુધના જોવામાં નહિ આવ્યાથી તે ઉપર અચાનક પગ પડશે, ને તે ઢળતી જમીન ઉપર હોવાથી પગ લપસ્યો. એટલે શરીર હાથમાં રહી શક્યું નહિ, ને અબુધ ભેયપર પડી ગયે. તે જોઈ જોડેના ત. મામ માણસો ખડખડ હસ્યા.
આથી તમે ગુણી આરબે પૂરી રીતે પિતાની મશ્કરી થવાનું માન્યું, ને તેમ થવાનું કારણ, તેનો પગ જે બરાબર રીતે ચાલ્યો નહિ ને લપસી ગયો,
* કૌતકમાળા. ૧ ચાલતા. ૨ ગાડા પછવાડાને ભાગ.