________________
૨૪૨
વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જો.
દેશમ
---;
in
""
સાઈ બનાવી પીરશી, ધાણધાર મૂલકના જડલરથજેવા કણખીએ તેવી રસાઈ સ્વસામાં પણ જોએલ નહિ, તેથી અચ્છા તડાકા માર્યા, એ પેટ કરી જન્મ્યા ને છેવટ તૃપ્ત થઈ ઉઠયેા. જમી રહ્યામાદ ઘરધણીએ પાનની બીડી આગળ ધરી ગૃહ્યું કે, “ આ યો. ” પટેલે કહ્યું, “એ શું છે. ” ઘરધણીએ કહ્યું, “એ પાનની મીડી છે.” પટેલે વિચાર્યુ કે, વળી આ ખટ્ટા તે ચ્યાંથી વળગી ! પેટમાં જો જરાએ મારગ હાત, તે જેમ પાંચ વખત પીરસાવ્યું, તેમ એક વખત વધારે પીરસાવીને વધારે જમત નહિ ? હવે તા જરાએ ભૂખ્યા નથી, ને આ શું કામ પાનની બીડી આપતા હશે ? એમ વિચારીને ઘરધણીને ગૃહ્યું કે, “હું નથી ભૂથો માટે મારે નથી ખાવી, તમે ખાઓ. ” ઘરધણીએ કહ્યું “ અરે લ્યો, લ્યો, તમે પરાણા ન ખાઓ ને અમારાથી કેમ ખવાય ? ” પટેલે કહ્યું, “ના, પણ હું ભૃદયો નથી.” ઘરધણીએ કહ્યુ, “ પટેલ, આગ્રહ શામાટે કરાવે છે, મારા સમ આ મીડીયો ” પટેલે કહ્યું, “ના ભાના હમ, હું નથી ભુદા ” ને ભૂયેા હાઉં તા ઝીનું લહરતું પાંદડુ ચમ રેવા દઉં ” ( કુળનાં પાંદડામાં જમવાને પીરસેલ તે પત્રાળી પડતી મૂકેલ માટે ) આથી ઘરધણી સમજ્યો કે આ જડસાર્જવા પટેલને પાનની બીડી તે શું હશે, ને કયારે ખવાય. તેના વિવેકની ખબર નથી ! “ ગદ્દા કયા જાને 'જાફરાનકી બાત !” તેને જો તેનું અજ્ઞાનપણું ખતાવી આગ્રહ કરીશ તેા વખતે ખાટું લાગશે. માટે આ વખત વધારે કાંઈપણ કહેવું નહિ એમ દુરસ્ત ધારી વગર આલ્યો રહ્યો.
''
www
ગામડાના લોકા શહેરના લેાકેાની રીતભાત ને વિવેકથી કેટલા અણુવાકિ હાય છે, તે બતાવવાને ઉપરની વાત ઉપચાગી છે.
કર્યું ભગાના જેવું.
ખેડામાં ભગવાનદાસ કરીને એક વાણિ
રહેતા હતા. તે ભગાના ઉપનામથી આળખાતા હતા. પેાતે સારા કુળના હાવાથી નાનપણમાં મહેમદાવાદ પરણ્યા હતા. તેનેા ખાપ તેને નાના મૂકીને મરી ગયા હતા. તેથી તેની રાંડેલી માને હરીફરીને તેના સામું જોઈ રડાપા ગાળવાના હતા. તે તેને આંધળાની આંખ મા ગણતી હતી. જરાવાર પણ તેને વિલા મૂકતી નહિ. રમવા તા શું, પણ ભણવાએ ઘરબહાર જવા દેતી નહિ. આથી ભગા ૧૮–૨૦ વર્ષના થયા ત્યાંસુધી કેવળ વ્યવહારની માહિતીવગર મૂર્ખ રહ્યો.
૧ કેસર. * કૌતુકમાળા,