________________
પરિછેદ મૂખ-અધિકાર,
२६३ નન નનનનનનનનનન======= = = = = = =
ભગાને સાસરે લગ્ન હોવાથી તે અવસરે તેને તથા તેની વહુને તેડાવ્યાં. વહ બિચારી માંદી રહેતી હતી તેથી તેનાથી જવાય તેમ નહોતું. ભગાને કઈ દહાડા બારણાબહાર કાલે નહિ, તેથી તેને એક મોકલવાની તેની માની હિંમત ચાલતી હતી. પણ મોકલ્યા વિના છુટકે નહોતે. હોંશીલા સાસુ સસરા આવા શુભ અવસરે પિતાના જમાઈ ભગાભાઈને ઘેર આવેલા ન જૂએ તે ઘણું ખોટું લાગે એમ હતું. આખરે ભગાને મોકલો એમ એની માએ નક્કી કરી જવાના દિવસે તેને પોતાની પાસે બોલાવી કહ્યું. “ભાઈ તારે સાસરે લગ્ન છે માટે તારે આજે મહેમદાવાદ જવું છે, તે તૈયાર થા.” ભગો તૈયાર થઈ પોતાની મા પાસે રજા લેવા આવ્યો. માએ શીખામણ દીધી કે “દીકરા, તું હજી બાળક છે. કોઈ દિવસ પરગામ એકલે ગયો નથી, તેમાં વળી આતે સાસરે જવું છે માટે ઠાવકા થવું, થોડું બોલવું, પૂછે તેને ઉત્તર ધીમેથી આપવો, એક વાતની હા કહેવી તે એક વાતની ના કહેવી, એમ ડાહ્યો ડમરે થઈને રહેજે.” ભગાએ કહ્યું, “મા ! તારે ફિકર રાખવી નહિ તારા દીકરામાં કાંઈપણ કહેવાપણું આવવા નહિ દઉં. પછી કાંઈ?” આમ કહી વિ. દાય થયો. તેની અધિરી મા ભાગળ સુધી વળાવા ગઈ, ત્યાં પણ ફરીથી એની એ શિખામણ દીધી.
- સાંજ વખતે ભાગે મહેમદાવાદ આવી પહોંચે. સાસરાને ઘેર જુહાર કરી બેઠો. જમાઈ પિતાને આંગણે આવેલો જોઈ માયાળુ સાસુએ ઉલટર આવી તેનાં મીઠડાં લીધાં. રસીલી સાળીઓએ પાણી લાવી મૂક્યું. હોંસલે સાળો પાનપારી તૈયાર કરી આપવા બેઠા. એમ ભગાભાઈને ચારે તરફથી આદર સત્કાર થવા લાગ્યો. સાસુએ સમાચાર પૂછવા માંડયા.
સાસુ-પિતાની દીકરી ન આવી તેથી) એકલા જ આવ્યા છે કે ? ભગે--હા. સાસુ--અમારી દીકરી નથી આવી? ભગે- ના. સાસુ-તમારી મા સારાં છે? ભગે--હા. સાસુ--બધાંએ હેમખેમ છે ?
કઓવારણાં. સામા માણસના માથા તરફ પિતાના હાથ લઈ જઈ તે હાથ પાછા પિતાના લમણું સાથે દાબી દાચકા બોલાવી દે છવું કે તારાં દુ:ખ ગે. આવી રીતે બાઇડીઓમાં માન આપવાની રીત છે.