________________
૨૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ ***** =====v=============ાક= = જણાઈ આવ્યું કે આ અગ્યાર નામના પાદશાહ છે! એમ જાણી આપ નામદારને કુરનસ બજાવી. ”
આ પ્રમાણે બુદ્ધિશલ્યભરી વાર્તા સાંભળી શાહ હર્ષવંત થયે અને બિરબલ અક્કલ બહાદુર છે એમ ખાત્રી થઈ ! બાદ બિરબલે અકબરશાહની આપેલી દાબડી કહાડી શાહ આગળ રજુ કરી તે જોઈ શાહે વિચાર્યું કે “યહ જે પહેલે બિરબલ બનકે ડબ્બી લે કે આયાથા વહી મગર દેખું કે અંદર કયા હૈ?” એમ વિચારી એક પછી એક ગલેફ ઉકેલી દાબડી ઉઘાડી જોયું તો પ્રથમ પ્રમાણે તેમાં ધુળજ ભરેલી હતી તે જોઈ શાહ ગુસસે થઈ બે કે “કયું બિરબલ! પહેલા બિરબલ બનકે આયા થા વહાભી મેરે પેલેમેં ધૂલ ડાલને કે લીયે યેહી ડબ્બી લેકે આયા થા ઔર તું નામાંકિત અક્કલ બહાદુર હકે ભી ફીર કી હી ધુલ લંકે હાજર હવા ? જબ યહાં પહેલે આયા સબ્સકું એને છતા છોડા તબ ફીર મેરી મશ્કરી કરને કે વાસ્તે તું આયા અબતે યહી ઠીક હૈ, હે ઈસ તલવારકે તાબે કરકે ખુદાકે હજૂર ભેજ દઉં.” આ પ્રમાણે વિપત્તિસૂચક વાક્યો સાંભળતાંવેંત જ તર્કશક્તિ ફેલાવી હાથ જોડી બેલ્યો કે “ નામદાર! મોટા પુરૂષ તુચ્છ વાત તરફ લક્ષ આપે એ પણ સમયની જ બલિહારી છે, કેમકે એવી ધળ જેવી હલકામાં હલકી ચીજ આપ તરફ લાખો રૂપીઆ ખર્ચ કરી દિલ્લીપતીએ મોકલી તે તેમાંએ મહત્તા હોવી જ જોઈએ. કાંઈ ધળમાટે આટલો પરિશ્રમ લેવાય ખરે! ખુદાવિંદ એ ધૂળની વાત જ્યારે પૂરેપૂરી રીતે સાંભળશે ત્યારે આપ આપના હાથથીજ માથામાં, દાઢીમાં અને આખા કુટુંબના માથામાં તથા મહેમાં હસી હસીને નાખશો. નામદાર! દિલ્લીપતી દરરોજ પોતાના રાજમહેલમાં કુવા ઉપર એક મોટી ચાદર પાથરી તે ચાદરને ચાર ખૂણે ચાર લીંબુ મૂકી તે ચાદરના મધ્ય ભાગે અકબરશાહ બેથી પાંચ વખત નિમાજ પડતા અને ખુદાની બંદગી કરતા હતા. એમ કરતાં જ્યારે છ મહિના વિતી ગયા ત્યારે ખલકકે ખાવિંદ ખુદા શાહની નેકી ઉપર ખુશ થઈ નિમાજના વખતે અકબરશાહની સામા આવી ઉભા રહ્યા જોઈ અકબરશાહ અત્યંત ખુશી થઈ ખુદાના પગમાં પડી ઘણીજ અરજ ગુજારી અને ખુદાએ પણ ભારી દુવા દીધી. તે વખતે જે જગ્યા ઉપર ખુદા રસુલ પાકપરવરદિગાર આવી ઉભા હતા તે જગ્યાની ધૂળ એકઠી કરી તે ધૂળ પોતાની દાઢી તથા પિતાના માથામાં, મહામાં અને આખા જનાનખાનામાં તથા બિરાદર બાળ બચ્ચાં વગેરે સરવેને માથે ખુદાતાલાની ખાસ પ્રસાદીરૂપ જાણું નાંખી અને પિતાની જીંદગી સફળ કરી. તે પ્રસાદીમાંથી આપ નામદારમાટે લાખોનું ખર્ચ કરી આપની પાસે મેકલી,