________________
પરિછેદ,
- બુદ્ધિ–અધિકાર.
૨૩૭
પ્રાત:કાળે બિરબલને બોલાવી કહ્યું કે “હુસેનખાં સાથે રૂમશ્યામના શાહને એક કુદરતી કારીગરીવાળી અમૂલ્ય વસ્તુ મોકલાવી હતી, પરંતુ જે વિશેષ અગત્યની ચીજ હતી તે ભૂલથી અત્રેજ રહી ગઈ હતી માટે તે વસ્તુ અવશ્ય પહોંચતી કરવી જ જોઈએ. હુસેનખાં શ્રમસહિત છે તેથી આ વખ્ત તમે જાઓ અને અમૂલ્ય ભેટ આપી પાછા જલ્દી આવે.” એમ કહી પૂક્ત દાબડી બિરબલને સુપરદ કરી, સારા દબદબા સાથે પ્રયાણ કરી બિરબલે રૂમશ્યામભણીનો માર્ગ લીધે. કેટલાક દિવસે તેની સરહદે જઈ પહેઓ એટલુંજ નડે, પણ તેજ પાયતખ્રના શહેરમાં જઈ પહોંચે ! ત્યાંના શાહને રાજદ્વારીઓએ ખબર આપી કે “પ્રથમ તો નામને કહેવાતે બિરબલ આ હતું, પરંતુ આતે ખાસ પ્રખ્યાત ભારતભૂષણ બિરબલજ જાતે આવ્યો છે. એમ સાંભળી શાહે કહ્યું કે “ઠીક હૈ ઉનકી અકલ દેખે, જીસ પીછે માન અકરામ દીયા જાયગા.”
એમ કહી શાહે બિરબલની ચાતુરી જેવા એકસરખા બાર તંબુ ખડા કરાવ્યા, અને સરખી ઉમ્મર તથા સરખી સકલના, સરખા પોષાકથી સરખા દબદબાથી બાર પાદશાહ બેસાડી દીધા, અર્થાત્ અગ્યાર તંબુમાં અન્ય દરબારી માણસને શાહરૂપ બનાવી બેસાડયા. અને છેલ્લા બારમા તંબુમાં ખુદ શાહ બીરાજમાન થયે. જ્યારે બીરબલ નજીક આવી પહોંચે ત્યારે રાજ્યના સાધારણ કારભારીઓ સામા જઈ શહેરમાં લઈ આવ્યા અને દરબારગઢમાં દાખલ થયા. બીરબલે તે રાજ્યકારભારીઓને પૂછયું કે “નામવરની સ્વારી હાલ ક્યાં હશે ! અને ક્યા ટાઈમે (વખતે) મુલાકાત થશે?” વગેરે વગેરે પ્રશ્ન પૂછતાં તેઓએ જણાવ્યું કે “ખુદાવિદ આ સામેના ચોકમાંજ બીરાજમાન થયેલા છે.” આ પ્રમાણે બેલિવું સાંભળી બીરબલ તે ચોકમાં જઈ પહોંચ્યા અને ત્યાં જઈ જુવે છે તે બાર તંબુની અભિનવ રચના રચેલી જણાઈ. બારે તંબુએ ફરી તમામ પાદશાહને જોઈ જ્યાં રૂમશ્યામ શાહ બીરાજમાન થયે હતો ત્યાં જઈ સલામ કરી ઉભો રહ્યો તે જેઈ શાહે આશ્ચર્યતા સાથ આદરસત્કાર આપી પુછ્યું કે “મેરેકું કીસ તરહ સે પહેચાન લીયા?બિરબલે નમ્રતા સાથે જ ણાવ્યું કે “નેક નામદાર ! બનાવટી હીરા અને સાચા હીરા છુપા રહી શકતા નથી, જે માત્ર બિચારા બે ઘડીના મેમાનરૂપ શાહને પોષાક પહેરી બેઠેલા તેમનું તેજ અને આપનું તેજ કાંઈ છૂપું રહે? મેં જ્યારે સરવેની મુખમુદ્રા તરફ જોયું તો તે સર્વે દબદબામાં આપની સમાનતા ધરાવતા હતા, પરંતુ તે એક રતિ વિના એક રતિના જણાતા હતા તેમજ તેઓની દષ્ટિ તિરછી ગતિએ છેલ્લા ( આપના ) તંબુ તરફ હતી અને આપની નિર્ભય-અચળ દષ્ટિ હતી તેથી સ્પષ્ટ