________________
પરિચ છેદ.
બુદ્ધિ-અધિકાર.
૨૩૯
તે પ્રસાદીનું એક વખત અપમાન કર્યું, તદપિ ફરી અકબરશાહે પિતાનો સાચો નાત જાળવવા મને મોકલે. છતાં આપ તેને ધૂળ ગણી ફરી અપમાન કરે છો એ ખુદાતાલાનું અપમાન કરવા જેવોજ પ્રકાર છે! આપ ગુણને બદલે અવગુણ લેઈ પ્રસાદી આપવા આવનારને તરવારને તાબે કરવાનું કહે છે એ પણ એક ભાગ્યની રચના છે ?” ( આ પ્રમાણે બિરબલનું બોલવું સાંભળી શાહ તે હર્ષલે બની ગયે અને તે દાબડીમાંથી ધૂળની ચપટીઓ ભરી ખુદાની પ્રસાદી મોઢામાં માથામાં અને દાઢીમાં પિતાને હાથે નાંખવા મંડી પડયો અને કહેવા લાગ્યો કે “યા ખુદાતાલા યા પાકપરવરદગાર યા ગપુરે હીમ, ચા માલા મે તેરા ગુન્હેગાર હું, મેં તબાહ પુકારતા હું, મેરી બડી ક હુઈ હૈ. મેરા બીરાદરને એસી ઉમદા ચીજ ભેજી, તોબી મૈ કેસા બેવફાદાર બે મુરવત હું? યા ખુદા રસુલ! તેરી મહેરબાની આજ મેં નિહાયત ન્યામતબાર હવા હું, ઔર સબ અલાબાદ દફે હઇ. વાહ ! અમે અજીજ બીરાદર અકબર ! તેરાભી ગુન્હેગાર હું એમ કેટલીક માફી માગ્યા બાદ પોતાના જનાનખાનામાં તથા બાલ બચ્યાં અને બીરાદરને તે પ્રસાદીની ભેટ લેવા સૂચવ્યું. તદઅંતર બિરબલઉપર ઘણેજ ખુશી થઈ બોલ્યો કે “ શાબાશ ! અક્કલ બહાદુર બિરબલ ! મેં બેવાકેફ ગારીસે છે માયનેવાળી વાતકુ બુરી માનકર માલિકકા બડા ગુન્હેગાર હોતાથા લેકીને તેને સચ્ચી બાત સમજાઈ જસે સબ અચ્છા હૈ ગયા, ઈસલીયે તેરાભી મેં ઐસાનમંદ હું, ઔર તેરી કયા તારીફ કરું? જૈસી તારીફ ને મેરે કાસે સુનીથી વીસે ભી જ્યારે દેખી! ખુદાતાલા હમેશાં તેરેકું અલાલા ઔર હર આફતોમેં બચાવે ઔર અંદગીભર ખુદા મોજમજાહ વ તંદુરસ્તીમેં રખે” એમ કહી ઉમદા પિશાક પહેરાવી એક સારું પરગણું તથા મોટી રકમ બક્ષિસ કરી. બાદ કેટલાક દિવસ ત્યાં રાખી સારી મેમાનગત દાખવી. જ્યારે બિરબલે જવાની રજા માગી ત્યારે નાઈલાજ થઈ શાહે રજા આપી અને બિરબલને માનપત્ર તથ શાહને ખુશાલીને પત્ર લખી આપી માન અકરામ સાથે વિદાય કર્યો. બિરબલ પોતાના રસાલા સાથે મજલ દરમજલ કરતાં દિલ્લી આવી પહોંચ્યો અને અકબરશાહની ભેટ લઈ પોતાને મળેલું માનપત્ર તથા બક્ષેલી જાગીરેન રૂઠે અને આભારવંત ખુશાલીના પત્ર રજુ કરી ઉભો રહ્યો. શાહે તે પત્રોથી વાકેફ થઈ આશ્ચર્યતા સાથે બનેલી હકીક્ત વિષે પૂછ્યું તેથી બિરબલે સઘળી હકીકત નિવેદન કરી. તે સાંભળી શાહ ઘણો પ્રસન્ન થયા અને સુંદર પિષાક બો. બાદ દરબારીઓને તથા હુસેનખાં અને હુરમ સાહેબને તે સઘળી બીના કહી સંભળાવી તથા હુસેનખાં અને બીરબલની અક્કલમાં કેટલો