________________
પરિચછેદ.
બુદ્ધિ-અધિકાર.
૨૨૫
વાની છેજ નહિ, પરંતુ એની મેળેજ હરમસાહેબ શાહને મનાવા જાય એવી યુક્તિ રચું તેજ મારું નામ બીરબલ.” તદંતર બીરબલ હરમસાહેબને મહેલે ગયા અને સલામ કરી અગાડી ઉભું રહ્યો. તેને જોઈ હુરમ મનમાં વિચારવા લાગી કે-“અ ! મારા ભાઈનું માનખંડન કરનાર આવી પડેચ્ચે, ખરેખર આજે એનો ઘાટ ઘડી નાખું! ઘણા દિવસથી માતેલા સાંઢની માફક જ્યાં ત્યાં માથું ઘાલી સહુને સહેજમાં દબાવતું હતું, પરંતુ “ઘણું કરે એ થડાને માટે” આવા આવા સ્ત્રીબુદ્ધિને લાયક તર્ક કરી કુલાતી હતી, તેટલામાં બીરબો કરી રાખેલ સંકેતથી એક પટાવાળો આવી કહેવા લાગ્યો કે, “નામદારે હુકમ ફરમાવ્યો છે કે થયેલી વાર્તા આપણે હેતુ જલદી પાર પાડવા ઠીક સંબધ ધરાવે છે માટે વિષે બીજા બિલકુલ યનો આદરશો નહિ; પણ આપણું ધારેલું કાય જેમ જલ્દીથી સિદ્ધ થાય તેમ તેમાટે ઝટપટ ધ્યાન આપવું, નહિ તે વચમાં કાંઈ રાજખટપટનાં વિધ્રો આવો નડશે.” એમ કહી પટાવાળો ત્યાંથી રૂખશત થયો. પટાવાળાના બોલવા તરફ ખાસ હુકમ સાહેબે ધ્યાન ચેહટાડયું હતું તેથી તે સમાચાર સાંભળી મનમાં વિચારવા લાગી કે “એવી શું વાર્તા? ગમેતેમ હોય પણ કાંઈ છુપા ભેદભરેલી વાર્તા છે? એમતે એ શબ્દને અર્થ વિચારતાં જ સ્પષ્ટ માલમ પડે છે” એમ વિચારી બીરબલ પ્રત્યે પૂછવા લાગી કે “બીરબલજી! આ કહી ગયે તે વાર્તાનું રૂપ શું છે?” ત્યારે બીરબલે હાથ જોડી કહ્યું કે “જહાંપનાહનો એ હુકમ છે કે, આ વાર્તા હાલ બે દિવસ સુધી કોઈને પણ જણાવવી નહિ અને પછી જે થશે તે એની મેળે પ્રકાશમાં આવશે, એવો હુકમ છે એટલે તે વાર્તાનું રહસ્ય સમજાવવા લાચાર છું ! આપની સેહજ સલામી કરવા આવ્યો હતો. હાલ મને જરાપણ અવકાશ મળી શકતા નથી એટલેજ આપની હજુર પણ વધારે વખત હાજર રહી શકતો નથી. અહા ! અણધાર્યું શું બની આવે છે ! મારા જીવને એ વાતથી ઘણોજ પરીતાપ ઉપજ છે; પરંતુ જેનું નિમક ખાવું તેનું કહ્યું માથે ચઢાવી લેવું એ માણસનો સત્યધર્મ છે!” આવું ભેદભર્યું બીરબલનું બોલવું સાંભળી હરમ ઘણાજ ઉંડા વિચારમાં પડી ગઈ અને એવી શંકા ઉત્પન્ન થઈ કે “જ્યારે મને કહેવાય તેવી વાર્તા નથી ત્યારે ખાસ એમ સમજાય છે કે-બાદશાહ સરકાર બીજી સ્ત્રી સાથે સાદી કરવાના હશેજ! તે સિવાય આટલી છુપી બાબત હોય નહિ? તેમજ મને ખાત્રી થાય છે કે હાલમાં મારા ઉપરથી પ્રેમ પણ તેમણે ઉતારી દીધો છે, મારા ભાઈનું અપમાન પણ તેજ કારણથી થયું અને મારા કહેવા પ્રમાણે રૂસણું કરવું પણ કબુલ કર્યું તેનું પણ એજ કારણ હોવું જોઈએ. મને સારૂં લગાડવા મારી યુક્તિ કબુલ રાખી, પરંતુ મુદ્દામાં તે એકાંતમાં રહી પા