________________
૨૨૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
તાનો પેચ પાર પાડવા યુક્તિ ઝડપથી આદરી છે એમાં જ શંકા નથી! મારા સારા નસીબેજ પટાવાળો આવી બોલી ગયો તેથી પ્રથમ મારા સમજવામાં આવ્યું. હું મારા ડહાપણમાં બીરબલને ખસેડવામાં યુક્તિ રચતાં હુંજ કયાંક ખસેડાઈ જઈશ અને સરકારને એકાંતમાં રહેવા દેવા, એથી મારે માથે , અપાર દુ:ખને ડુંગર ડાલશે. તેથી ડહાપણ ઓળવું મૂકી દેઈ ઝટપટ ખુદાવિંદની હજુર જવું એમાંજ સાર છે. નહિ તો બાજી હાથથી ગયા પછી પસ્તાવાનો પાર રહેશે નહિ.” એમ વિચારી જ્યાં શાહે કોપભુવનમાં નિવાસ કર્યો હતો ત્યાં એકદમ છડીસ્વારીએ જઈ પહોંચી અને ખાવિંદ આગળ પિતાના ભાઈબદલ નીધેલી હઠવિષેની બનેલી કસુરની માફી માગવા લાગી. તે જોઈ શાહને ભારે આશ્ચર્ય ઉત્પન્ન થયું અને હુરમ પ્રત્યે કહેવા લાગ્યું કે “યારી! આપણે કરેલો ઠરાવ કેમ ભૂલી ગઈ? ” તે સાંભળી હુરમે કહ્યું કે “શું ત્યારે રૂણું રાખવા દેઈ આપને બીજી સાથે લગ્ન કરવા દેઉં કે? “એવું એનું શું કામનું કે કાન ડે” એવા રૂસણામાં મારો મનખો લાસ થઈ જાય. માટે સંકેતને શું કરે !” તે સાંભળી શાહે જણાવ્યું કે “આ હેમ તને કેણે ઠસાવી દીધું? કુરાનના સોગંદ ખાઈને કહું છું કે મારો એવો વિચાર બિલકુલ છેજ નહિ! હું ખાત્રીપૂર્વક સમજી ચુક્યો છું કે તને બીરબલે એ ફં. દમાં ફસાવી હશે! અને જે વાર્તા આપણી ધારેલી પાર પાડવાની હતી તેમાટે ફેકટજ દોડાદોડ થઈ. છેવટે “રબીઆ ગઢવી કયાં ગયા હતા કે ઘેરના ઘેર અને ભરકડા ભેર” તેવું બન્યું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક શાહનું બોલવું સાંભળી હુરમને ખાત્રી થઈ કે “હું ભરમમાં ભૂલી અને મારી અક્કલનું તેલ કરાવ્યું અને બીરબલના બુદ્ધિબળને અધિક બળવાન બનાવ્યું તથા હાથે કરીને મારો દાવ હું હારી બેઠી. હશે ભાઈનું “નસીબ ચાર ડગલાં આગળનું આગળ.” રહે છે? હું શું કરું ? એની ખટપટથી ઉલટે બીરબલને વિશેષ લાભ થયો “ભાગ્યશાળીને માટે ભૂત રળે” એ વાત સવાશે સત્યજ છે. એમ વિચારી બીરબલનું બુદ્ધિબળ જોઈ પિતે શરમીંદી બની ગઈ અને શાહે બીરબલની બુદ્ધિનાં વખાણ કરી તેના માનમાં વધારો કર્યો.
વસંતતિલકા છે. જેને અનીતિ પ્રિય હોય સદાજ ઝાઝી, તેને સુનીતિ પથ ગાતી જણાય પાજી; પાપી પ્રપંચ કરી પૂષ્કળ દ્વેષ ધારે, સીઝે ન અર્થ તદપિ ન મતિ સુધારે.
બિરબલ અને તાનસેનનું અદ્ધિનો મુકાબલે. દિલ્હીપતિ નામદાર અકબરશાહની હર બિરબલ નામના પ્રધાન (દિવાન) * બિરબલ અને બાદશાહ