________________
પરિચછેદ. વિચાર–અધિકાર.
૨૧૩ =======૦નનનનનનન=====×== જ્યોવિના ચાલશે? છ મહિના પછી તારી સુવાવડ આવશે ત્યારે વળી પંચાતી. સુવાવડ કરવા કેને બેલાવશું? બહેન તે કાંઈ આવે તેમ નથી, એને ને તાતે બારમો ચંદ્રમા. આવતે વરસ તારે ભાઈ પરણશે ત્યારે વળી દેશમાં જવું પડશે. મારે કાકે પણ મરવા પડે છે; કાણે ગયાવિના કાંઈ છુટકે છે? ઉપરાઉપર ખરચ. હવે તે કરવું કેમ? શેઠને છેક જુવાન થતું જાય છે તેમ તેમ તેને મીજાજ પણ ફાટતે જાય છે. એની સાથે પણ વખત જતાં પાધરું ચાલે તેમ નથી. નાની બેનને વર પણ માંદ સા. તારા બાપને મીજાજ તે રજ, એની તરફથી પણ કાંઈ દેકો મળવાની આશા છે? આપણું જૂનું ઘર પણ કાંઈ ઉખેળ્યાવિના ચાલે તેમ છે? એ ઉખેળશું ત્યારે બારી મૂકવાસારૂ પાડશી જોડે કજીયે કર્યાવિના છુટકે નથી. આફત તે કાંઈ થોડી છે? આટલાં બધાં દુઃખ તે કોઈને હેય નહિ. એટલીબધી જંજાળ તે કેમ ખમાય? આવી રીતે બીજાઓ પાસે ને પિતાની બાઈડી પાસે તે રોજ સિજ રેદણાં રેયા કરતા. એ ફિકરમાં ઉદાસ રહેતે, ને હલકા વિચારો કરતે તેથી બાઈડીને લાગ્યું કે પિતાની મૂર્ખાઈથી વગર દુઃખે દુઃખી થતો આ તે કેઈક દિવસ મતની ફિકરમાં આપઘાત કરી બેસશે. માટે તેને કાંઈ સમજવો જોઈએ. એમ ધારી એક દિવસ બાઈડીએ ઘરમાં કાંઈ કામકાજ કર્યું નહિ, તે જાણજોઈને ઉદાસજે ચેહેર કરીને સૂઈ રહી. રાતે પણ ઘરમાં આ બે ત્યારે જુવે છે તે દી કરેલ નહિ, ઝાડુ કહાડેલું નહિ, વાસણ માંજેલાં નહિ, રાઈ કરેલી નહિ ને પાછું પણ ભરેલું નહિ. ત્યારે ધણીએ ગુસ્સે થઈને પૂછયું કે, આજે શું છે ? બાઈડીએ કહ્યું કે, મારા દુ:ખને કાંઈ પાર નથી. આજે એક બ્રાહ્મણ આવ્યા , તે કહી ગયો કે તમારું આયુષ સાઠ વરસનું છે તેમાં હજી મને વશ થયાં, બાકી ચાળીશ રહ્યાં, તે ચાળીશ વરસમાં મારે શું શું કરવું પડશે ? તેની મેં ગણત્રી કરી તે જરા સાંભળે, પછી મારી ઉપર ગુસ્સે થાઓ. રોજ બે પાલી મને દળવું પડે છે તે મહિનાનું સાઠ પાલી ને વરસનું ૭૨૦ પાલી થયું; અને ચાલીશ વરસનું અઠાવીશ હજાર ને આઠસો પાલી થયું. રેજ દસ ઘડા પાણું ભરવું પડે છે, તે મહિનાનું ત્રણ ઘડા ને વરસનું ત્રણહજાર છસે ઘડા થયું, ને ચાલીશ વરસનું એક લાખ ગુમાલીશ હજાર ઘડા પાણી થયું. રેજ બેય વખતનાં મળીને નાનાં મેટાં ચાલીશ વાસણ માંજવાં પડે છે, તે મહિનાનાં બાર વાસણ થયાં, વરસના ચેરહજાર ચાર વાસણ થયાં ને ચાલીસ વરસનાં પાંચ લાખ છેતેરહજાર વાસણ મારે માંજવાનાં થયાં. હવે તમે વિચાર કરો કે અઠાવીશ હજારને આઠસો પાલી ઘઉં હું કેમ દળી શકું? એક લાખ ને ચુમાલીશ હજાર ઘડા હું પાણી કેમ ભરી