________________
૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ હજw=wwwઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનક ઝનન અને આખા જગમાં ફરીને મારે માટે પ્રેમને લઈ આવ. સમકે? જા, હમણાજ જા.
નિર્ધનતાની, વ્યાધિની, મૃત્યુની અને એવી જ વિવિધ પ્રકારની ચિંતાને કહેવું, ચિંતા! તારું પણ અત્યારે મારે પ્રયોજન નથી, માટે તે પણ અહીંથી હમણાં જ, અને આખા જગતમાં સ્થળે સ્થળે ફરજે, અને પરમેશ્વરની રક્ષક સત્તામાં વિશ્વાસને અને શ્રદ્ધાને શોધીને મારે માટે લેતી આવજે. જા, સત્વર જા.
આ પ્રમાણે બીજા પણ છે જે વિકારોને કહેવું ઘટે તેને કહેવું. ખરા મનથી આમ કરવું. અજ્ઞાન અવિદ્યાને પણ તેજ પ્રમાણે કહેવું, કે સૃષ્ટિમાં બધે ફરીને જ્ઞાનને અને વિદ્યાને લઈ આવ.
આ પ્રમાણે વિકાર વગેરેને આજ્ઞા કરી શાંતિથી નિશ્ચિત થઈ ઉંઘવું, આપણે પ્રેરેલા વિચાર બહાર જશે, અને વિશ્વમાંથી આપણે જે મંગાવ્યું છે, તે અવશ્ય લાવી, આપણા હદયમાં સ્થાપશે, એવો વિશ્વાસ રાખ. વિચારો, એ એક અદ્ભુત સામર્થ્ય છે; અને જાગ્રતમાં આપણે પ્રેરેલા વિચારો, નિદ્રામાં આપણે ન જાણીએ તેમ આપણામાં વિવિધ ફેરફારો કરે છે, માટે આ ક્રિયાને કોઈએ હસવાલાયક ગણું કાઢવા જેવી નથી. આપણે નિદ્રામાં હોઈએ છીએ ત્યારે વિશ્વમાં પ્રવર્તતાં વિચારનાં હજાર આંદલનો, આપણા અંતઃકરણની સ્થિતિ પ્રમાણે આપણને સારી અથવા નઠારી અસર કરે છે. ઉપર વર્ણવેલી કિયાથી સારા વિચારનાં આંદોલન જ આપણા તરફ આકર્ષાઈ આવે, એવી આપણે આપણા હૃદયની સ્થિતિ કરીએ છીએ, અને તેથી જે નિત્ય આપણે આ અભ્યા સને સેવીએ છીએ તે આપણે આમંત્રણ કરેલા ગુણો આપણામાં આવે છેજ.
વ્યર્થ વિચારોને ત્યાગ કર જોઈએ. એક માણસ સારી સ્થિતિનો હતો તે પણ તે બહુ ફિકર કર્યા કરતે, ને પોતાની બાયડી પાસે બેસી રેજરેજ ભવિષ્યનાં દુ:ખોની ગણત્રી કર્યા કરતો. તે કહેતો કે, હવે આપણને છોકરાં થશે ને ખર્ચ વધશે, છોકરાંની સગાઈ કરવી પડશે ને વેવાણે ખરાબ મળશે તે પંચાતી. આપણામાં રીતભાત વધી ગઈ. એક વહુ લાવતાં ત્રણહજાર રૂપિઆને દાગીનો જોઈએ. જે ચાર પાંચ છોકરા થાય તે ભેગ મળે ના ? રોજગાર ઘટી ગયા, રસકસ ઓછા થયા, વેપારમાં સાર રહ્યો નહિ ને ખરચ વધ્યાં જાય છે. હવે કરવું કેમ ? મારી મા પણ હવે માંદી સાજી. તે કેસ પણ પાંચ પંદર દિવસે ખેટ છે, એટલે કાંઈ દહાડે પાણી
સ્વર્ગનું વિમાન.