________________
હ
૨૧૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ ક ==×====×= ======= ===== == ==== શકું? અને પાંચ લાખ ને છેતેરહજાર વાસણ મારા બાપને બાપ ને તેને બાપ આવે તો પણ હું કેમ માંજી શકું? વળી તે બ્રાહ્મણ કહી ગયે કે તમને ચંદ છોકરાં થશે. એક છોકરું હજી ત્રણ મહિનાનું પેટમાં છે, એટલામાં તે મરવા પડી છું. ત્યારે ચાદ છોકરાં ઓય મારા બાપલિયા ! એટલું બધું દુઃખ કાંઈ આપણાથી ખમાય નહિ; એ કરતાં તે મરી જવું સારું. ત્યારે ભાઈડાએ કહ્યું કે, રાંડ ભૂખી ! દિવાની કેમ થઈગઈ છે? એ બધું તારે એક દહાડામાં થોડું જ કરવાનું છે ? ચાદ છોકરાં કાંઈ તારે ભેળાં જણવાં છે? તારે તો રોજના જેટલું જ કામ કરવાનું છે. એમાં વળી એવી ગણત્રી શાની ? ત્યારે બાઈડીએ કહ્યું કે, તમે છોકરાંના છોકરાની ફિકર શું કરવા કરે છે? જેમ મારાં વાસણ, પાણી મને ખબર નહિ પડે તેમ થઈ જશે, તેમજ તમારાં દુઃખો પણ તમને બહુ ખબર ન પડે તેમ ચાલ્યાં જશે. એમાં ભવિષ્યનાં દુઃખને યાદ કરોને વિનાકારણ શામાટે દુઃખી થાઓ છો? ભક્તિમાન્ બાઈડીને એ ઉપદેશ તેને સચોટ લાગી ગયે, ને તે દિવસથી ભવિષ્યની મતની ફિકર તેણે છોડી દીધી.
સંસારમાં ઉત્તમ પંક્તિમાં સ્થિતિ મેળવી, આત્મકલ્યાણ કરવું વગેરેને આધાર વિચારની વિશુદ્ધતા ઉપરજ છે. વિચારશીલ મનુષ્યના હાથથી કદીપણ હીનકર્મ થતું નથી અને શુભાશુભ સ્થિતિનો આધાર વિચારઉપજ છે. મનુષ્ય. જેમ જેમ વિચારવંત થતો જાય છે તેમ તેમ પોતાના અવગુણોને પણ સમજે છે, એટલું જ નહિ પણ બીજાઓની પરીક્ષા કરવામાં તેની બુદ્ધિ વિકાસ પામે છે અને સત્યાસત્યને શોધતાં શીખે છે. વિચાર કરવાથી પરીક્ષા કરવાની ટેવ પડે છે તે પરીક્ષા કેમ કરવી એ અનુભવ મેળવવા હવે પછી પરીક્ષા અધિકાર લે એગ્ય માની આ વિચારઅધિકારને અહિ વિરમે છે.
परीदा-अधिकार.
E A દ છે રેક પદાર્થની પરીક્ષા સમય આવ્યે જ થાય છે, સમય આવ્યા સિ F\ વાય તેની સત્ય પરીક્ષા થઈ શકતી નથી, મનુષ્યને સંપત્તિમાં
. og | ઘણુ મનુષ્ય મદદ કરવામાં તત્પર રહે છે પણ ખરી સ્થિતિમાં Ra/680 તેઓ બધાં ખસી જાય છે. તેમજ કોઈ સાથે સંબંધ બાંધવ,
કંઈ મંડળમાં ભળવું, કેઈપણ ચીજ ગ્રહણ કરવી. એ સઘળું પરીક્ષા કર્યા બાદજ કરવું જરૂરનું છે. ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભાય છે.