________________
૨૦૯
પરિચ્છેદ.
વિચાર-અધિકાર, જાનકwwwxxwwwwwwwwઝwwwઝકઝ
જે તમારે દુઃખને મેળવવું હોય તે કામના, કોધના અને ભયના વિચારેનું સેવન કરે કે તરત જ તમને કલેશાદિ દુર આવી વળગવાનાંજ. જે તમારે સુખને મેળવવું હોયતે શ્રદ્ધા, શાંતિ, આનંદ, વિગેરે શુદ્ધ વિચારેનું સેવન કરે તે તેમના સેવનથી અંતે સુખ જ મળશે.
મનુષ્ય જે કોઈપણ કામમાં શ્રદ્ધા રાખે છે, તે તેને તે કાર્યમાં વિજય મળે મુશ્કેલ નથી. શ્રદ્ધાના વિચારોનું સેવન કરે, કોઈપણ કામ કરતી વખતે તે કામમાં વિજય મળશેજ, અથવા અમુક આમ બનશેજ. એ પ્રમાણેના વિચારને વળગી રહેવું, અને શંકાના વિચારો રાખવા નહિ તેનું નામ શ્રદ્ધા છે.
શ્રદ્ધા રાખનારા સુખી થાય છે. દેવ કે ઇષ્ટ પણ શ્રદ્ધા રાખ્યાસિવાય ફળતા નથી. જે તેમના ઉપર શ્રદ્ધા રાખવામાં આવે છે તે ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. શંકાની નજરથી જોવામાં આવે છે તે કાર્યની સિદ્ધિ થતી નથી, તેવી રીતે દરેક કાર્યમાં શ્રદ્ધા રાખવી એ કાર્યસિદ્ધિમાં કારણરૂપ છે.
1
x
x
x
x
x
x
શંકાના વિચાર કરવા, ભયના વિચારો કરવા અને એવી જ રીતે કોઈપણ કામ કરવામાં તેનું ફળ મળશે કે કેમ? એવી અશ્રદ્ધા રાખ્યા કરવી એ ખરેખર નિષ્ફળતા પ્રાપ્ત કરાવનાર છે. શંકાથી કાર્યમાં ઉત્સાહ રહેતું નથી, મન છગડગ થાય છે. અમુક કામ થશે કે કેમ ? એ છગડગ વિચાર કરી તે કાર્યમાં ફળ મળશે કે કેમ તે બાબત શંકા રાખી જે કોઈ કાર્ય કરવામાં આવે છે તે તે સિદ્ધ થતું જ નથી. તેવી જ રીતે શંકા રાખ્યાસિવાય તે કાર્યમાં વિજય મળશે એવી શ્રદ્ધાપૂર્વક કરેલું કામ ફળની સિદ્ધિ કરાવે છે.
માટે શંકાના અને ભયના વિચારે આપણુમાં ન પ્રવેશ કરી જાય તેને માટે સાવચેતી રાખવી. આ વિચારો તેવા શંકાશીલ મનુષ્યની સેનતથી આપણમાં પ્રવેશ કરી જાય છે. તેવા મનુષ્યો પિતે શંકાશીલ હોય છે અને જેમ એક અફીણું બીજાને અફીણ ખાતાં શીખવે છે, એક વ્યસની બીજને વ્યસની બનાવે છે તેમ તેવા મનુષ્ય બીજાને શંકાશીલ બનાવી દે છે. તેમને વારંવાર તેમના કાર્યમાં ભય બતાવી શંકાશીલ કરે છે. અને આવી રીતે ઘણે પ્રસંગે આવા મનુષ્યો દરેક કાર્યમાં શંકા કરતાં શીખે છે. જેમ જેમ શંકાના વિચારોનું સેવન કરતાં શીખે છે તેમતેમ કાર્યમાં વિશેષ અને વિશેષ નિષ્ફળતાને મેળવે છે.
૨૭