________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે,
ઇન
જેમ મહારથી ઘરમાં ચાર ન પેસી જાય તેની કાળજી રાખવામાં આવે છે. તેવીરીતે બહારથી આવા શંકાના, ભયના અને અશ્રદ્ધાના વિચારે રૂપી ચારા આપણા મનમાં પ્રવેશ ન કરે તેને માટે સાવચેતી રાખવી જોઇએ. જેમ ચારાથી રક્ષણ મેળવવા ખારીખારણાં બંધ કરી પૂર્ણ જાપતા રાખવામાં આવે છે તેમ આ કુવિચારે રૂપી ચારેાથી બચવાને માટે તેએ આપણા મનમાં પ્રવેશ ન કરે તે માટે આપણે તેમને પ્રવેશ કરવાનાં ખારીબારણાં બંધ કરવાં જોઇએ.
×
X
૨૧૦
X
×
*
કુવિચારનું સેવન કરનારાઓની સખતથી આવા વિચારે આપણામાં દાખલ થાય છે. માટે જે મનુષ્યા આવા શંકા, ભય અને અશ્રદ્ધાના વિચારાનું સેવન કરનારા હાય તેમની સેામત કરવી જોઇએ નહિ અને તેમની વાતા સાંભળવી નહિ. જેમ બને તેમ તેમના વિચારે આપણામાં પ્રવેશ ન કરી જાય તેને માટે સાવચેત રહેવું.
દશમ
X
X
X
×
મનને શુદ્ધ વિચારમાં જોડી રાખવાથી અશુદ્ધ વિચાર તેમાં પ્રવેશ કરી શકતા નથી. શ્રદ્ધા અને ઉત્સાહના વિચારામાંથી મનને છુટું ન પડવા દેવાથી તેમાં શંકાના કે ભયના વિચારે પ્રવેશ કરીશકતા નથી. માટે હમેશાં મનને શુદ્ધ વિચારમાંજ જોડી રાખવું. ઉન્નતિને કરવી હાય, વિજયને મેળવવા હાય અને કાર્યસિદ્ધિ કરવી હાય તેા શ્રદ્ધા અને ઉત્સાહના વિચારાનું સેવન કરવું અને ભય, શંકા અને અશ્રદ્ધાના વિચારોને તિલાંજલિ આપવી એજ સુખ મેળવવાના સરળ રસ્તા છે.
X
X
શુદ્ધ વિચારાનું સેવન
*પ્રવેશના નિયમાનું પાલન અવશ્ય કર્તવ્ય છે, અને શુદ્ધ વિચાર અને શુદ્ધાચરણ એજ આ નિયમેાનું પાલન છે. આ જન્મમાં અવશ્ય મને ઇષ્ટસાક્ષાત્કાર અથવા સ્વરૂપસાક્ષાત્કાર થશેજ, એવી હૃઢ શ્રદ્ધાથી સ્વરૂપ સાક્ષાત્કારની વાટ જોયા કરવી, એપણ શુદ્ધ વિચાર છે. આ આદિ અનેક પ્રકારેની શુદ્ધવિચારમાં ગણના થાય છે. આવા વિચારીને નિરંતર સેવવા, એજ ચિતિ શક્તિના અનંત સામને હૃદયમાં પ્રકટાવવાની અમેાઘ કળા છે. મનુષ્ય જેવા વિચાર કરે છે, તેવા તે અવશ્ય થાયજ છે. શુદ્ધ વિચાર મનુષ્યને શુદ્ધચિતિ શક્તિસ્વરૂપ અવશ્ય કરી મૂકેજ છે. અખંડ સુખનેા, અનંત સામર્થ્યના આ * મહાકાળ માસિક