________________
* ૨૦૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ક ક ક કકકક= = == ==== ======= શત્રુઓ ઘણીજ હાનિ કરે છે. અને તે જાણવા છતાં પણ તેનાથી બચવાને માટે જેટલી સાવચેતી રાખવી જોઈએ તેટલી ઘણા રાખતા નથી. x x x
x
x આ શત્રુઓ તે બીજા કોઈ નહિ પણ તે કામ, ક્રોધ, ભય, શોક વિગેરે છે. આ સર્વ અનર્થ કરનારા છે એવું જાણ્યા છતાં પણ કેટલાક મનુષ્ય તેની દરકાર રાખતા નથી અને તેમની મૈત્રી કરે છે. આખરે આ શત્રુઓ જામી જાય છે અને પછી પિતાની સેબતનું જે દુ:ખરૂપી ફળ તે પિતાના મિત્રને આપે છે અને જ્યારે ગાઢ મિત્રી થાય છે અને દુઃખ પડે છે ત્યારે તેને છોડવા પ્રયત્ન કરવામાં આવે છે પણ તે પ્રયત્ન નકામે જાય છે, અને આ શત્રુઓથી બચાવ થતું નથી.
બહારના શત્રુઓથી બહવાની જેટલી જરૂર છે તેના કરતાં આ શત્રુઓ કે જે આખું આયુષ્ય ખરાબ કરી મુકનાર છે તેમનાથી વધારે ડરવાની જરૂર છે. બહારના શત્રુઓ કદાચ નિંદા કરશે, કદાચ કોઈ કામમાં આડા આવી નુકશાન પહોંચાડશે અથવાતો એવોજ કઈ ગેરલાભ કરશે, પણ આ શત્રુઓ આપશામાં ધીમે ધીમે પ્રવેશ કરી આખરે આખી જીંદગી દુઃખમય કરી મુકે છે. અને પછી આખરે ઘણા દિવસનો સહવાસ થવાથી તેમને છોડવાનો બીજો કોઈ ઉપાય રહેતો નથી. x x
x - સુખને ઈચ્છનાર દરેક મનુષ્ય જેવી રીતે વ્યવહારમાં શત્રુઓથી સાવધ રહેવું જોઈએ તેવીજ રીતે આ માનસિક શત્રુઓથી પણ સાવધ રહેવું જોઈએ.
અને તેમને આપણે સાથે જરાપણ સંબંધ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવી જોઈએ.
કર્તવ્યનું મૂળ વિચાર છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે અને ત્યારપછી કર્તવ્ય જન્મ પામે છે. આ વિચાર જેટલે દરજજે શુદ્ધ તેટલે દરજે કર્તવ્યની સિદ્ધિ થાય છે. શુદ્ધ વિચારનું સેવન કરનારાઓનું લક્ષ્યસ્થાન સુખ મેળવવાનું હોય છે અને અશુદ્ધ વિચારરૂપી કામ ક્રોધાદિ દુશ્મનનું સેવન કરવાથી તે તેમને દુઃખને રસ્તે દેરી જાય છે. માટે કર્તવ્ય કરવામાં જેટલી સાવધાનતા શખવી જોઈએ તે કરતાં વિશેષ સાવધાનતા પિતે કેવા વિચારોનું સેવન કરે છે તે સી રાખવી જોઈએ. કેમકે જેવા વિચારોનું તે સેવન કરે છે તેવા ફળને તે પામે છે.