________________
૨૦૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
તેવા તમે થશે. હવે તમારે જેવા થવું હોય તેવા થાઓ. સારા થવું ચા નરતા થવું એ તમારા જ હાથમાં છે. બીજા માણસના ઉપર આધાર રાખી જેઓ રોદડાં રડતા ફરે છે તેઓ હંમેશાં દડાં રડ્યા જ કરે છે. માટે તમારે તમારી સ્થિતિના સંબંધમાં બીજાને દોષ દેવાની બિલકુલ જરૂર નથી. તમારી હાલ જે સ્થિતિ છે, તે દુ:ખી હોય તો પણ તેને તમેજ છેલાવી છે, અને સુખી હોય તોપણ તે તમારા વિચારેનાજ પ્રતાપ છે.
દુઃખી થવું એ પણ તમારા હાથમાં છે, સુખી થવું એ પણ તમારા હાથમાં છે. એક હાથમાં અમૃત અને બીજા હાથમાં વિષ. બેમાંથી જેને તમે ઈછતા હો તેને ગ્રહણ કરો. અમૃત ગ્રહણ કરશે તો તેથી તમને જ લાભ છે, અને વિષનું પાન કરવાથી પણ તમને જ હાનિ છે. તેવી જ રીતે સુખ અને દુઃખ એ બંનેમાંથી તમને જે પ્રાપ્ત હોય તેમાં તમેજ કારણભૂત છો. દુ:ખના વિચાર કર્યા કરો, તમારા આગળ દુ:ખના ડુંગરો જણાયા કરશે. સુખના વિચાર કરો, તમને સુખનાજ ભંડારો જણાશે. તમે જેવા વિચારો કરશે તેવું ફળ તમને પ્રાપ્ત થયેલું જણાશે.
મનુષ્ય જે આનંદના વિચારો સેવે છે તો તેને હંમેશાં આનંદજ પ્રાપ્ત થાય છે. આનંદ એ મનુષ્યમાત્રને પ્રિય છે. આનંદથી જડતા જતી રહી શરીરમાં કાંઈક નવિન જાગૃતિ પેદા થાય છે. શરીરસંપત્તિમાં પણ એક આનંદિત મનુષ્યને જુઓ, તેનું શરીર કેવું તેજસ્વી અને સુદઢ હોય છે. તેના મુખ ઉપરનો આનંદનો પ્રભાવ કેવો! બીજા મનુષ્યને પોતાના તરફ આકર્ષિ લાવે તેવો હોય છે. તેને બદલે એક ફોધી મનુષ્યને જુઓ! તેનું મુખ કેવું નિસ્તેજ અને દમવિનાનું લાગે છે, શરીર કેટલું બધું કૃશ થઈ ગયું છે, નેત્ર કેવાં ફિટ પડી ગયાં છે, બંને મનુષ્ય છે. છતાં પણ એકે આનંદને સ્થાન આપ્યું છે,
જ્યારે બીજાએ ફોધને સ્થાન આપ્યું છે તેમાં કેટલો ફેરફાર લાગે છે. તેવીજ રીતે માણસ જેવા વિચારોને રાત્રિ દિવસ પિતાના મગજમાં સેવ્યા કરે છે તે વાજ સુખ કે દુ:ખને તે મેળવે છે.
તમે આનંદને ઈચ્છતા હોતે હમેશાં આનંદમાં રહો આનંદનાજ વિચાને સેવો, મુખ ઉપર પ્રસન્નતાને ધારણ કરે, તમારું સુખ શામાટે રાત દિવસ આનંદથી મલકાતું ન રહે, અભ્યાસ કરો, ખંતથી પ્રયત્ન કરો અને આન