________________
પરિચછેદ.
વિચાર-અધિકાર.
૨૦૩
શરીરના પિષણ માટે અન્નની જરૂર છે. અને તે અનુકૂળ અન્ન કે જેથી શરીર પુષ્ટ થાય તેવું તે પછી મનના પિષણમાટે કશાની જરૂર નથી? શરીર કરતાં મનની અધિક ઉપયોગિતા છે. અને તેથી મનના પોષણ માટે સારાં પુસ્તક વાંચવાની પણ જરૂર છે. પુસ્તકો વાંચવાથી મન ષિાય છે. જેવાં પુસ્તકે વાંચવામાં આવે છે અથવા તો જેવી સેબત કરી જેવા વિચારને સંગ કરવામાં આવે છે તેવા પ્રકારનું મન બને છે.
એક પુસ્તક વાંચ્યું વળી બીજું વાંચ્યું તેથી કાંઈ સફળતા નથી, વાંચી વિચાર કરતાં શીખવું એ જેટલું જરૂરનું છે તેથી અધિક વર્તનમાં ઉતારવાની જરૂર છે.
બહાર ભટકતાં મન અને ઇન્દ્રિયોને એકાંતમાં સ્થિર કરી પરમાત્માના સંબંધને સેવવો એ કાર્ય ઘણું દુર્ધટ લાગશે, પરંતુ દરેક કાર્ય પ્રયત્નથી સિદ્ધ થાય છે. દરરોજ પ્રયત્ન કરી મનને બહાર ભટકતું અટકાવી અંતરમાં ઉતારે. મન અને ઇન્દ્રિયના વેગને થોડા વખત સ્થિર કરી હૃદયમાં વાળી જુઓ કે ત્યાં આગળ મનના બહાર વાળેલા ગોટાળાનાં કેટલાં ગુંચળાં આવી ખડાં થાય છે ? આ બધા તરફ દષ્ટિ ન નાંખો અને તમારી વૃત્તિઓ અંતરાત્માપ્રતિ ઉંડાણમાં ઉતારો. મન અને મનના વિચારતરફ લક્ષ આપ નહિ, કેવળ શાંત સ્થિતિને અનુભવ કરે, ત્યાં તમને તમારા આત્માને સ્વર સંભળાશે, અને આવી એકાગ્રતાવાળી શાંત સ્થિતિમાં આત્મામાંથી જે સ્વર સંભળાય છે તે કેવળ સત્ય હોય છે. આવી સ્થિતિમાંજ મહાન કાર્યો મહાન શોધએ કર્યો . આત્માના શાંત સ્વરની મદદથીજ મહાન વિદ્યાકળા અને શોધ પેદા થઈ છે.
જેટલે અંશે બહાર ભટકતા મનને પાછુંવાળી અંતરાત્મા સાથે જોડાશે તેટલે અંશે તમારામાં મહાન કાર્યો કરવાનું સામર્થ્ય આવશે. ઇદ્રિના વલવલાટને રેકે અને તમારા અત્યંત નજીકમાં રહેલા સત્યજ્ઞાન અને સામર્થના મહોદધિમાં ડુબકી મારે ત્યાં જ્ઞાન અને સામર્થ્યરૂપ મોતી શોધો. ઉતાવળ ન થાઓ, ગભરાઓ નહિ. જેમ જેમ તમે તમારાં ઇંદ્રિયેના વેગને બહાર ભટકતા અટકાવશો તેમ તેમ તમારો પ્રયત્ન સફળ થયેલો તમને જણાશે.
સત્યજ્ઞાન, સુખ અને સામર્થ્ય મેળવવાને આ સિવાય બીજો રસ્તો નથી,
સુખ કે દુઃખને લાવનાર વિચારજ છે. મનુષ્ય જેવા વિચાર કરે છે તે તે થાય છે, તમે જેવા વિચાર કરશો ર ભાગ્યોદય અંક ૯ સંવત ૧૯૧૩