________________
પરિચછેદ.
વિચાર–અધિકાર. =========%૪ર૪ર૪ર* *
** ** પણ હવેથી પાંચ દશ ભાઈબંધોને સાથે તેડી લાવે, ધાંધલ મચાવે, અને વાણિઆને ઘરનાં બૈરાંની ઠઠ્ઠામશ્કરી પણ કરે. આવી આવી રીતે ઘણું કનડવા માંડયું. “હાડિયાને મન હસવું પણ દેડકાનો જીવ જાય” તેમ આ મિભાઈ તે પિતે ગમત માનતે, પણ વાણિઆને તે ઘણું ભારે પડતું હતું. એક વખત વાણિઆથી તે સહન થઈ શકયું નહિ. તેથી મિભાઈ જોડે મોઢે મોટે વઢવાડ મચાવી પણ તેથી તેણે ઉલટે “રાપ બડે કયા”! મિ. ભાઈ તે વધારે જોર પર આવી ગયો ને વાણિઓને પૂરી વિપત્તી પાડવા નિશ્ચય કર્યો.
એનામાં વાણિઓને ત્યાં તેના દીકરાનાં લગ્ન નિરધાર્યા હતાં. તેથી વિવાહના માંગલિક કામસારૂ સુશોભિત મંડપ કરાવ્યું હતું, ને હાંડીઓ, ઝુમર તખતા વગેરે બિલેરી કાચથી સારી રીતે શણગારવામાં આવ્યું હતું. એક બાજી બેરાંઓ સારાં સારાં વસ્ત્રાલંકાર પહેરી સમય સમયનાં મંગળ ગીત ગાતાં હતાં. ગામ પરગામનાં પોતાના સગાંવહાલાંઓ વિવાહ માલવા આવ્યાં હતાં. ન્યાતેને જમવાને માટે સાંજના પાંચ વાગતાનાં જોતરા ફરી વળ્યાં હતાં. તેથી નિમેરે વખતે નાતીલાઓ તરેહ તરેહનાં રેશમી વસ્ત્ર પહેરી જમવાના ઉછરંગથી આવવા લાગ્યા ને એક પંક્તિબંધ બેસી ગયા. તે વખતે તેમને માટે બનાવેલાં ઊમદા પકવાન વગેરે પિરસવા શરૂ થયાં. માણસે ઘણાં હતાં તેથી એક પછી એક પિરસતાં પા કલાક થઈ ગયે, તેપણ પીરસવાનું કામ ખલાસ થયું નહોતું. પંક્તિમાં પત્રાળી માંડી બેઠેલ જમનારાઓનાં મહોમાંથી પાણી છુટવા માંડયું. એક કરે તે ઉતાવળે થઈ તેના બાપને પૂછયાજ કરતો કે હવે આ જમવાની શી વાર છે” એક ગામડીઓ જમવા આવેલ તે તો જેના આદમીને પૂછતે કે “આતે જેટલું પીરસ્યું છે એટલુંજ ખાવાનું કે બીજું જોઈતું હશે તે મળશે?” તેમ બીજાઓ પણ પિટની પૂજાને માટે ટાંપી રહ્યા હતા. પણ કાળની ગતિ ન્યારી છે. જમવાને હોં આગળ ધરેલ પલાળી ખાવી છેજ એમ બેધડકથી કોણ કહી શકનાર છે? “આદર્યા અધબીચ રહે ને હરિ કરે સે હોય. ? એ વાક્ય કોણ ખોટું પાડનાર છે? અહીં જે વખત જાય છે તેમ જમવામાં–આડું ભયંકર વાદળ ચડી આવશે એમ કોના જાણ વામાં હોય !
સર્વ પીરસાઈ રહ્યું ને ન્યાતને જમવાનો આરંભ કરવાની આજ્ઞા આપવામાં આવી. એટલામાં મિભાઈ પિતાના ચાર પાંચ સોબતી સાથે એક બકરૂં લઈ હવેલીના ગોખલા આગળ હાજર થયા, અને બકરૂં ગોખલા નજીક