________________
૧૯૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
અિભાઈનો ગોખલો. જુનાગઢમાં એક તીસમારખાં નામે મુસલમાન રહે, તે ઘણે મુફલીસ હાલતમાં આવી ગયે તેથી પિતાની હવેલી વેચવા તૈયાર થશે. એક વાણિઓએ તે હવેલી અમુક કિસ્મતથી વેચાતી લીધી. હવેલીમાં એક ગોખ હતો તે વેચાણના સાટામાં ગણવામાં આવ્યો નહોતો. “એ ગોખે પોતાના પીરનો છે. તેથી તેમાં ધુપ દી કઈ વખત કરવો પડે છે. તે ગોખલે વેચવામાં આવે તો વેચાણ લેનાર ધણ ગોખલો કાઢી નાખે તેથી અને ખોટું લાગે.' એવું બહાનું બતાવી ગોખલાપર મિએ પિતાનો હક રાખ્યો. વાણિઓએ ગોખલાની વાતને દમ વગરની ગણી કાંઈ લક્ષ્ય આપ્યું નહિ, ને વિચાર્યું કે “મિભાઈ પોતાની આખી હવેલીની માલેકી લખી આપે છે, તો પછી ગોખલો રહ્યો તેય શું ને આ તોય શું! ! તેની દરકાર ડીજ છે.” તેથી કરીને ગોખલાપરનો મિઓનો હક કબુલ રાખ્યો. એ રીતે ઈમારતનું વેચાણખત થયું તેમાં પણ ગોખલે મિભાઈને છે એમ મજકુર લખવામાં આવ્યો.
વાણિઓ હવેલીમાં જઈ વાસ કરીને રહ્યો, ને સુખનમાં હાડા કડવા લા, મિભાઈ કોઈ કોઈ વખત તેનો તહેવાર હોય, ત્યારે ગોખલાની સંભાળ લેવા આવે, દપ ધુમાડો કરે, ડીવાર બેસે, કલમો પઢે અને ચાલ્યો જાય. કેટલીક મુદત તે વાણિઓને તેથી કાંઈ હરકત જણાઈ નહિ પણ કોઈ વખત ઘરનાં માણસો બારણું બંધ કરી પોતાનું કામ કરતાં હોય, ત્યારે મિઅભાઈ અચાનક આવી બુમો પાડે અને બારણું ખોલવામાં વિલંબ થાય તો ધાંધલ મચાવી લોકોનું ટોળું એકઠું કરે. આથી વાણિઆને ઘણું માઠું લાગવા માંડ્યું. વખતપર સામા થવાનું મન કરે, પણ લાચાર ! દસ્તાવેજમાં ગોખલાપર તેનો હક કબુલ રાખ્યો હતો. તેથી ના પાડવાનું ચાલે એમ નહોતું. મનમાં ઘણો પશ્ચાત્તાપ કરવા માંડે કે ખરે! મારું હૈયું ફુટી ગયેલું કે મેં મિભાઈના ગોખલાનો હક કબુલ રાખ્યો. તે વખતે આ બાબત મને ઘણી નજીવી લાગી પણ હવે તો મહા પીડાકારી થઈ પડી, આ તો “કાગના વાઘ જેવું થયું.
એમ અનેક તરેહનાં વાકયથી ખેદ કરતો હતો. મિભાઈએ આથી બબળતામાં ઘી હોમવું શરૂ કર્યું, ને વધારે તેરપર ચઢવા માંડયું. પહેલાં તે તે ખરે તહેવારે આવતો પણ હવે તો તેણે થોડી થોડી મુદતે કાંઈ કાંઈ તહેવારનું બાનું બતાવી આવવા માંડયું. વળી પહેલાં તો તે પોતે એકલો આવતે