________________
પરિચછેદ.
વિચાર-અધિકાર.
એટલે વધારે સુધાતુર થયો હશે માટે તેમને દાડમનાં બીયાં ખવરાવી પછી આપ તેની સાથે વાર્તાલાપ કરશે.
કેટલાક દિવસો વિત્યાબાદ શેઠ પિતાના ઘરમાં મિત્રમંડળની સાથે બેઠે હતા તે વખતે પ્રસંગ આવતાં પિપટનું પાંજરું મંગાવી તેમાંથી પિપટને બહાર કાઢી એક હાથઉપર બેસારી બીજા હાથવતી તેની પીઠ થાબડીને શેઠે પૂછયું કે આપની જન્મભૂમિ કયાં છે? જવાબમાં કીધું કે એમાં શું સંદેહ છે. એ સાંભળી સર્વ મિત્રો હસી પડયા અને શેઠ જંખવાઈ ગયા. ફરી શેઠે પૂછ્યું કે હું મારા લાખ રૂપીઆ પાણું થયા? જવાબમાં પિયે કીધું કે તેમાં શું સંદેહ છે. વળી શેઠે પૂછયું કે ત્યારે હું શું મૂM? જવાબ મળે કે તેમાં શું સંદેહ છે?
અવા બને જવાબ સાંભળી શેક લાખ રૂપીઆ જવાના ભયથી રુદન કરવા લાગ્યો. માટે બીજા પાસેથી વસ્તુ લેતી વખતે તેની સારી રીતે પરીક્ષા કર્યા બાદ તે વસ્તુને સ્વીકારવી. ૯
तल्यौ हस्तच कोरभृञ्च तृषितो वृक्षाश्रयेऽहेमुखातत्रोर्खापतगरं नृपतिना नीरेच्छयात्तं तदा। (2 x ) तहरीकृतमभ्रगेन हि पुनः क्रोधेन वै मारितो, भूपस्तत्तदनूरगश्च पतितः खेदं तु दृष्ट्वा करोत् ॥१०॥
એક રાજા હાથમાં ચરપક્ષી ધારણ કરી વનમાં એક વૃક્ષનીચે ઉભે છે અને પિતાને ઘણી જ તૃષા લાગી છે તે સમયમાં વૃક્ષઉપરથી અજગરના મુખમાંથી ઝેર પડવા લાગ્યું. રાજાએ તેને પાછું માની પ્યાલો ભરી લીધો. તે પાણી પીવાની તૈયારી કરે છે તે વખતે ચારપક્ષીએ પાંખ મારી પાણીનો પ્યાલો ઢોળી નાખે, ફરી રાજાએ પ્યાલે ભર્યો તે પ્રમાણે વળી પક્ષીએ ઢળી નાખે એટલે રાજાને બહુજ ક્રોધ આવવાથી તે ચકાર પક્ષીને મારી નાખ્યું. થોડી વાર થઈ એટલે વૃક્ષ ઉપરથી મરેલ અજગર–સપ પડે તે ઉપરથી રાજાને વિચાર થયો કે અરે!!! આ સર્પ છે, તેના મુખમાંથી ઝેર પડયું હતું, જે હું તેને પાણુ માની પીઈ જાય તે જરૂર મરી જાત. પણ આ ઉપકારી દયાળુ પક્ષીએ મને બચાવ્યો. અરે! મેં તેના ઉલટા પ્રાણ લીધા? હું જેવો બીજો કોણ દુષ્ટ હશે ? મને ધિક્કાર છે? ૧૦