________________
પરિચછેદ.
સ્વાશ્રયી–અધિકાર.
૧૭૭
બ્રહ્મસ્વરૂપનું ભાન અખંડિતપણે કાયમ રહે તેને માટે સાવધાનતાની જરૂર છે અને સાવધાનતાને હમેશાં કાયમ રાખવાથી પોતાના આત્મસ્વરૂપના ભાનથી વિમુખ થતાં બચી જવાય છે અને અખંડિતપણે પોતાના સ્વરૂપનું ભાન કાયમ રાખી શકાય છે.
જેથી વિવેકીએ જે સુખ મેળવવુંજ હોય કેઈપણ કામ કરતા પહેલાં તે કામ કરવાને માટે પિતે બ્રહ્મસ્વરૂપ હોવાથી ગ્ય છે કે નહિ તેનો વિચાર કરવાની સાવધાનતા રાખવી, અને આ સાવધાનતા રાખવાથી હમેશાં આવી પડતાં દુઃખોથી બચાવ કરી શકાય છે અને સુખને સત્વર પ્રાપ્ત કરી શકાય છે.
પ્રિય વાચક! તમારે પણ સુખની ઈચ્છા હોય તે આ સાવધાનતાને 2હણ કરી રાખજે, તેનું કદી પણ વિસ્મરણ કરશે નહિ. તેનું વિસ્મરણ કરવાથી દુ:ખને આવતાં વાર લાગવાની નથી અને તેને સતત કાયમ રાખવાથી સુખને આવવાને વિલંબ થવાનો નથી.
વ્યવહારનાં કામ કરતી વખતે પણ આ સાવધાનતાનું વિસ્મરણ કરતા નહિ. દરેક કામમાં તેની જરૂર છે. તેનું વિસ્મરણ મોટા મોટા પણ કરે છે, તે મારા અને તમારા જેવાની તે વાત જ શી! તે જાળવવી ઘણું મુશ્કેલનું કામ છે, અને તે અહર્નિશ જાળવી રાખવી એ પણ એક બહાદુરીનું કામ છે.
અંતમાં આ સાવધાનતાને મનુષ્યમાત્ર ધારણ કરી આવી પડતાં વિનેથી બચવા પ્રયત્ન કરે એજ શુભેચ્છાસહ વિરમાય છે.
સાવધાનતાને સાચવી રાખવી એ જે પુરૂષ સ્વાશ્રયી હોય તેનાથીજ બની શકે છે. પરાશ્રયી પુરૂષ સાવધાનતાવાળે ન હતાં ઘણે ભાગે ગાફલ જ હોય છે કારણકે તે પરવશ છે. માટે સ્વાશ્રયી કેમ બનવું તથા તેમાં કેવા લાભ છે તે સમજાવવાને સ્વાશ્રય પ્રસંસાને સ્થાન આપવા માટે આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
स्वाश्रयी अधिकार.
F
"""""*
R
એ પિતાના કેઈપણ કાર્ય માટે બીજાઓની ઉપર આશા રાખી બેઠા રહે છે તેવા પરાશ્રયી પુરૂષે કોઈપણ કાર્યમાં ધારેલી ફતેહ મેળવી શકતા નથી. “પારકી આશ સદા નિરાશ” આ એક સામાન્ય કહેવત સૌના લક્ષમાં હોય છે છતાં તેનું ૨હસ્ય સમજ
નારી બહુ થોડા નિકળે છે. પિતાના કાર્ય માટે બીજાઓ પર આધાર રાખનારા અને આશામાં ને આશામાં ખેંચાતા રહી પરિણામે ખેદને અનુભવ
૨૩
T
HAT BHINETTING