________________
૧૭૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ નનનનન +નનન== ======= === કરનારાઓ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. આવા પુરૂષે પિતાના વ્યવહારને પણ સિદ્ધ કરી શકતા નથી તો પછી આત્મકલ્યાણરૂપ ઉચ્ચકોટિના કાર્યને કયાંથી સિદ્ધ કરી શકે? આમ હોવાથી પ્રત્યેક મનુષ્ય સ્વાલંબી અથવા સ્વાશ્રયી થવાની જરૂર છે તે સમજાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવે છે.
પરાશ્રયી દરેક કાર્યમાં પાછા જ પડવાનો સંભવ છે. * તમે કંઈપણ કામ કરો તે ગમે તે નાનું હોય, સ્કાય મોટું હોય, હલકું હાય, હાય ભારે હાય, ગમે તેવું હોય તે પણ તે કરવાને માટે તમારે બીજાઓના ઉપર આધાર રાખે નહિ. જે તે કામ કરવાનું તમારામાં તમને સામર્થ્ય જણાય તો જ તેને આરંભ કરે, નહિતે બીજાઓના ઉપર આધાર રાખી તેનો પ્રારંભ કરશો નહિ.
અમુક માણસ આવી મારૂં અમુક કામ કરી આપશે એવું માની જેઓ લમણે હાથ દઈ બેસી રહે છે તે અવશ્ય દુ:ખી થાય છે. બીજાઓના આધારે જેઓ કામને આરંભ કરે છે તેઓ તે કામમાં આખરે પિતાનું બળ હોય છે તેજ ફતેહ મેળવે છે, નહિતે તેમનું ગાડું અધવચથી ઉંધું પડે છે.
સ્વાશ્રયી થાઓ. તમે તમારા પિતાનાજ બળવડે ઝુજે. શા માટે બીજાઓની આશા રાખે છે? તમારામાં શું નથી? તમારામાં સર્વ કરવાનું સામર્થ્ય છે, કારણ તમે પોતે જ સામર્થરૂપ છે દુનિઆમાં મહાન કાર્ય કરનારાઓ તરફ દષ્ટિ આપે, શું તેમણે બીજાઓના ઉપર આશ્રય રાખ્યો હતો? શું તેઓએ બીજાઓ આપણું કામ કરી આપશે અને આપણે ખાઈશું એવો વિશ્વાસ રાખે હતે? શું તેમણે બીજાઓની ઓથથી કામનો આરંભ કર્યો હતો? નહિ જ. તે સર્વેએ પિતે પોતાના બળવડે આ દુનિઆમાં વિજય મેળવ્યું છે. પોતાનાજ સામર્થના વિશ્વાસે કામને આરંભ કર્યો હતો, પોતાનાજ બળઉપર આધાર રાખી મહાન કાર્યો કર્યા હતાં, અને પોતાનાજ બળવડે આજે મહાન પુરુષની ગણનામાં પિતાનું નામ મુકી ગયા છે.
દુનિઆમાં થઇગએલા મહાન શોધક તરફ દષ્ટિ નાંખો, શું તેમણે જે જે શોધ કરી છે તે સર્વ બીજાના આશયથી કરી છે? ના. તેમણે તે સર્વ શે પિતાનાજ સામવડે કરી છે. અને આજે પિતાનાજ બળવડે અને પિતાનાજ સામર્ચવડે મહાન શોધમાં ફળીભૂત થઈ દુનિઆની દષ્ટિએ દષ્ટાંતરૂપ થઇ પડ્યા છે.
જે માણસો બીજાઓના ઉપર આધાર રાખે છે તે સર્વથા દુ:ખ ભોગવે છે. જે માણસ પોતાના જ બળઉપર ઝઝુમે છે તે ધાર્યા કામ પાર પાડે છે. * ભાદય સને ૧૯૧૩ અંક ૧૦ મે.