________________
૧૭૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
* દરામ
સાવધાનતાનેજ માત્ર ધારણ કરી રાખવાથી મહાન કાર્યોમાં વિજય મેળવી શકાય છે. અવનતિમાં, સાવધાનતાનું વિસ્મરણ કરવું એ એક મુખ્ય કારણ છે. જેણે જેણે વિજય મેળવે છે, જેણે જેણે વ્યવહાર અને પરમાર્થનાં ઉપચેગી સાધન સાધવાં છે તે સર્વેએ સાવધાનતા રાખવાની મુખ્યત્વે કરીને જરૂર છે. સાવધાનતા એ વિજય અપાવનાર છે એમ કહીએ તો ચાલી શકે તેમ છે.
ઘણા માણસો પુસ્તક વાંચી ઉન્નતિ શી રીતે કરવી એ જાણે છે છતાં તે રીતે ન વર્તવાથી પિતાની ઉન્નતિ કરી શક્તા નથી તેનું કારણ સાવધાનતાનું વિ.
સ્મરણ એજ છે. અંધારે જતાં હાથમાં ફાનસ રાખવાથી ખાડા, વિગેરેથી જેમ બચી જવાય છે તેમજ સાવધાનતા એ ઉન્નતિને માર્ગ બતાવનાર અને દુ:ખરૂપી ખાડામાં પડી જતાં બચાવનાર ફાનસરૂપ છે. તેને હમેશાં ધારણ કરી રાખવાથી સુખને સહજ પ્રાપ્ત કરી શકાય છે. સુખની ઈચ્છાવાળા તમામ મનુષ્ય સાવધાનતાને ધારણ કરી રાખવી જોઈએ.
ન્યાયાધીશ ન્યાય કરતી વખતે પિતે તે વખતે કઈ સ્થિતિને પ્રાપ્ત છે તેનો વિચાર કરી જે ન્યાય કરે છે તે ભાગ્યે જ તેના હાથે અન્યાય થાય છે. ન્યાય કરતી વખતે પોતે જે રાજ્યસત્તાના બળે કામ ચલાવે છે તે રાજ્યસત્તાતરફ તેણે લક્ષ રાખવું જોઈએ. તે વખતે તેણે હું ફલાણો છું, હું માટે હેદ્દાવાળા છું, હું ધારું તે કરી શકું તેવો છું એવું ભાન રાખવું જોઈએ નહિ પણ પોતે પવિત્ર રાજ્યસત્તાના પ્રતિનિધિરૂપ છે એવું માનવાની સાવધાનતા રાખવી અને પિતે અમુક માણસ છું તેનું વિસ્મરણ કરી પિતે એક રાજ્યસત્તાધીશ છે અને જેમ રાજ્યસત્તા અન્યાય કરી શકતી નથી તેમ મારે પણ અન્યાય નજ કરવો જોઈએ એમ માનવાની સાવધાનતા રાખી ચગ્ય ન્યાય આપવો જોઈએ તેવીજ રીતે મનુષ્યમાત્રે પિતે પોતાનું આત્મસ્વરૂપનું વિસ્મરણ ન થાય તેને માટે સાવધાનતા રાખવી અને દરેક કામ કરતી વખતે પોતે મનુષ્ય છે, પિતે પૈસાવાળો છું, લાગવગવાળો છું કે અમુક સત્તા ધારણ કરવાવાળો છું, તેવા અને ભિમાનનું વિસ્મરણ કરી મનુષ્યસ્વભાવથી થઈ જતાં અનીતિનાં કાર્યો કરતાં પિતાના આત્મસ્વરૂપના ભાનની સાવધાનતા રાખી ડરવું જોઈએ.
મનુષ્યનું કર્તવ્ય સુખ મેળવવાનું છે અને એ સુખ તે સુખસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કર્યા સિવાય મળી શકતું જ નથી અને પરમાત્માને પ્રાપ્ત કરવાને : માટે પોતે બ્રહ્મસ્વરૂપ છે તેનું અખંડિતપણે ભાન કાયમ રાખવું એસિવાય બીજે સહેલો ઉપાય નથી.