________________
પરિચ્છેદ
સાવધાનતા-અધિકાર.
૧૭૫
જાઓની નિંદા કરવી, ક્રોધ કરે, પરસ્ત્રીપર મહ પામી કામવશ થવું, પારકા પિસા અન્યાયથી મેળવવાને માટે પ્રયત્ન કરે; આવાં અને આવા જ બીજા અને નીતિનાં કાર્યો કરવાં એ શું બ્રહ્મસ્વરૂપ થવા ઈચ્છનારને એગ્ય છે? અને જે
ગ્ય નથી એવું તમારું અંત:કરણ કબુલ કરતું હોય તે પછી તમે કે જે બ્રહાસ્વરૂપ છે એવું માનો છો તે તમને શું તેવાં કામો કરવાં એગ્ય લાગે છે? જે ના, તો પછી તેવાં કાર્યો કરતાં કેમ અટકતા નથી? આવી જ રીતે દરેક કાર્યોમાં તે કરતા પહેલાં તે કાર્ય કરવાને માટે પોતે એગ્ય છે કે કેમ તેટલે પ્રશ્ન પૂછવાની સાવધાનતા સેવનારા ભાગ્યેજ ખોટાં કામ કરી શકે છે.
આ સાવધાનતા રાખવી એ માણસમાત્રનું કર્તવ્ય હોવા છતાં, ઘણા માણસો તે જાણવા છતાં ભૂલી જાય છે અને સાવધાનતાથી સો ગાઉ દૂર રહે છે, અને અનીતિનાં કાર્યો કરતી વખતે પોતાની વર્તમાન સ્થિતિના મદમાં - જઈ જઈ પોતાના મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે.
કેઈપણ કામ કરતી વખતે પિતાના સ્વરૂપનું ભાન ન ભૂલાય તેને માટે માણસમાત્રે સાવધાનતા રાખવી, સાવધાનતા રાખવાથી પોતાના સ્વરૂપનું વિ
સ્મરણ થશે નહિ અને પોતાના સ્વરૂપનું ભાન અખંડ જાગ્રત રહેશે. આ પ્રમાણે પિતાના સ્વરૂપનું અખંડ ચિંતન કરનારા ઘણાજ છેડા પરિશ્રમે બ્રહ્મીભૂત સ્થિતિનો અનુભવ કરે છે.
સાવધાનતા એ એક હથીઆરરૂપ છે, તેને હમેશાં અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ ધારણ કરી રાખવું જોઈએ. જેમ રણમાં યુદ્ધ કરવા ઈ
છનાર બળવાન યોદ્ધો હથીઆરસિવાય રણમાં જતો નથી અને જાય છે તે તેનો વિનાશજ થાય છે તેમ તમારે પણ આ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના સ્વરૂપને અનુભવ કરવા માટે વિકાર ઉપર સામ્રાજ્ય મેળવી, તેમની સાથે યુદ્ધ કરી તેમને પરાજય કરવા માટે સાવધાનતારૂપી હથીઆર હમેશાં પાસે રાખવાની જરૂર છે. સાવધાનતા રાખનારા મનુષ્ય વ્યવહાર અને પરમાર્થ બંને સર્વોત્તમ રીતે સાધી શકે છે.
જેવી રીતે પરમાર્થનાં સાધનો સાધવાને માટે તેની અગત્ય છે, તેવી જ રીતે વ્યવહારનાં કામમાં વિજય મેળવવાને માટે પણ તેની જરૂર છે. સાવધાનતા એ એવો ગુણ છે કે તે માણસમાત્રને દુ:ખના ખાડામાં પડી જતા બચાવે છે. આમ છતાં તેને ઘણાજ થોડા મનુષ્યો ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાનું ઘણાને મન હેાય છે, પરંતુ તેનું તેઓ વારંવાર વિસ્મરણ કરી દે છે, અને દુઃખી થાય છે.